________________
આ જીવ દર્શન મેહ અને ચારિત્રમેહને ઉપશમ, ઉપશમ અથવા ક્ષય (ક્ષાયક) ને લાભ કરે છે અને વીતરાગ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણરૂપથી પરિણમન કરે છે, ત્યારે તેમાં શુદ્ધતાની શરૂઆત થાય છે. તે શુદ્ધતા પણ ઓપશામક, શપથમિક અને ક્ષાયિક ત્રણભાવ સંબંધી મુખ્યતાથી છે. અને પારિણમિકભાવ સંબંધી ગોણુતાથી છે. શુદ્ધ પારિણમિકભાવ તે બંધ અને મોક્ષ ના કારણથી રહિત છે. તેમાં ત્રણ ભેદ તે પર્યાયાર્થિક ને આશ્રયે છે અને શુદ્ધતા દ્રવ્યાર્થિક ને આશ્રયે છે તેમ જાણવું જોઈએ. આથી એમ સિદ્ધ થયું કે વિકલ્પ રહિત શુદ્ધાત્માના અનુભવરૂપ વીતરાગ સમ્યકત્વ અને ચારિત્રથી અવિનાભૂત અર્થાત્ વીતરાગસમ્યકત્વ ચારિત્રની જયાં અવશ્ય પ્રાપ્તિ થાય છે એ જે ભાવ છે તેજ અભેદનયથી શુદ્ધાત્મા શબ્દથી કહેવામાં આવે છે તેને ક્ષપશમિકભાવ અથવા ભાવકૃતજ્ઞાન પણ કહે છે તેજ મોક્ષનું કારણ છે
શુદ્ધપારિમિકભાવ જે છે તે એકદેશ વ્યક્તરૂપ એમ કથંચિત ભેદ અને અભેદરૂપ દ્વવ્યપર્યાયસ્વરૂપ જીવ પદાર્થની શુદ્ધ ભાવનાની અવસ્થામાં ધ્યેયરૂપ દ્રવ્યરૂપથી રહે છે અર્થાત ભાવનાના સમયમાં શુદ્ધપરિણામિકભાવ ધ્યાન કરવા ગ્ય છે. ધ્યેય છે. ધ્યેય પર્યાયરૂપ નથી. કારણ ધ્યાનની પર્યાય વિનાશનીય છે અને શુદ્ધપારિણામિકભાવ અવિનાશી જવને સ્વભાવ છે. શંકાકાર –હે ભગવંત! આત્માના પાંચ જ્ઞાનેમાંથી કયા જ્ઞાનદ્વારા આત્માને મોક્ષ થાય છે?