________________
૩૪૯
પણ સુવર્ણપણું છે, તેમ અભને પણ પરમસ્વભાવ પણું છે; તે વસ્તુ નિષ્ટ છે, વ્યવહાર યોગ્ય નથી (અર્થાત્ જેમ મેરુની નીચેના સુવર્ણ રાશિનું સુવર્ણપણે સુવર્ણ રાશિમાં રહેલું છે પણ તે વપરાશમાં ઉપયોગમાં આવતું નથી તેમ અભવ્યનું પરમસ્વભાવપણું આત્મવસ્તુમાં રહેલું છે પણ કામમાં આવતું નથી: કારણ કે અભવ્ય જીવ પરમ સ્વભાવને આશ્રય કરવાને અગ્ય છે) સુષ્ટિઓને–અતિ આસન્ન ભવ્ય જીવોને આ પરમભાવ સદા, નિરંજનપણાને લીધે (પ્રતિભાસ પણને લીધે) સફળ થયે છે; તેથી, આ પરમ પંચમ ભાવ વડે અતિ–આસન્ન ભવ્યજીવ ને નિશ્ચય પરમ આલોચનાના ભેદરૂપે ઉત્પન્ન થતું “આલુંછન” નામ સિદ્ધ થાય છે. કારણ કે તે પરમભાવ સમસ્ત કર્મરૂપી વિષમ-વિષવૃક્ષના વિશાળ મૂળને ઉખેડી નાખવામાં સમર્થ છે. વિશેષાર્થ- ભવ્યત્વ નામનો પારિણામિકભાવ (સ્વભાવને ધારક ભયજીવને નિજ આત્મસંબંધી પારિણમિક ભાવ જ પરમભાવ છે.
આ પંચમભાવ ઉદય (સમય પામીને થતું કર્મોને ઉદય) ઉદીરણું (આગામી ઉદય યોગ્ય કર્મોને પહેલા એકી સાથે ઘણાને ઉદય થઈ જ.) ક્ષય (ર્મોને સર્વથા નાશ થે.) ક્ષયોપશમ (કર્મોના સર્વઘાતી સ્પદ્ધકોને ઉદયાભાવી ક્ષય તથા ઉપશમ અને દેશઘાતી ૫દ્ધકને ઉદય હોય) એવા ચાર અવસ્થા દ્વારા ઉત્પન્ન થયેલ નાના પ્રકારના વિકાર ભાવથી હિત છે. તે કારણે આ આત્માના શુદ્ધ પરિણામને જ પરમતત્વ– ઉત્કૃષ્ટપણું છે. તે અપેક્ષાએ બીજા ચાર વિભાવ સ્વભાવ ભાવને હીનપણું છે