________________
૩૩૪
વશીકરણ અને કષાયોનું ઉપશમ પણું થાય છે, તેથી પચમકાલ ભરતક્ષેત્રમાં એક જિનાગમને જ અભ્યાસ કરે શ્રેષ્ઠ છે. અને કર્મોને નાશ કરવાનુ આજ મૂલ કારણ છે. ભાવાર્થ- શ્રી જિનેન્દ્ર ભગવાન પ્રણીત સત્યાર્થીનું પ્રકાશ કરવાવાળું આગમ છે. જિનાગમના અભ્યાસથી ભાવકૃત અને દ્રવ્યકૃતની પ્રાપ્તિ થાય છે એટલું જ નહીં પણ સાથે સાથે મન અને ઈન્દ્રિયેને પૂર્ણ નિગ્રહ થાય છે. વિષય કષાય તથા કામ, કાધ, માન, માયા, રાગદ્વેષાદિ વિકાર ભાવોથી આત્માની પરિણતિ રોકાઈ જાય છે. એ પ્રમાણે રાગદ્વેષની પરિણતિને સંરોધ થવાથી આત્મા પિતાના સ્વાસમય રસમાં તલ્લીન થઈ જાય છે. સ્વાત્મસ્વભાવમાં સ્થિર થવું તે જ ધ્યાન છે.
णाणी खवेइ कम्मं गाणवलेणेदि सुबोलए अण्णाणी । विज्जो भेसज्जमहं जाणे इदि णस्सवे वाही ॥३७६॥ અર્થ-જ્ઞાની પુરુષ પિતાના જ્ઞાનમલથી કર્મોને નષ્ટ કરી નાખે છે એવું જે કહે છે, તે અજ્ઞાની છે. કારણ કે વગર ચારિત્ર એકલું જ્ઞાનથી કદી પણ કર્મ નષ્ટ થઈ શકતું નથી. હું બધી ઔષધિને જાણું છું. હું એક વિદ્વાન વૈદ છું. એમ કહેવા માત્રથી શું વ્યાધિઓ નાશ થઈ જાય છે ? કદી પણ નથી થતી.
ભાવાર્થ- જેમ રેગ અને ઔષધિ જાણવા માત્રથી વ્યાધિ દર થતી નથી તેમ એકલા શુષ્કજ્ઞાનથી કર્મનો નાશ થતો નથી. જેમ ઔષધિને ઘૂંટી, પીસી, ગળીને પીવાથી વ્યાધિનાશ થાય છે