________________
માટે તેની (સમ્યગ્દર્શનની) આરાધના વિના બાકીની ત્રણ આરાધનાની કઈ કિંમત નથી તેથી પ્રથમ સમ્યકત્વ આરાધવા યોગ્ય છે, તેની આરાધનાથી બાકીની ત્રણે આરાધનાના બહુમૂલ્ય અંકાવા શરૂ થાય છે. જેવી રીતે નગરની શોભા દરવાજાથી, મુખની શોભા ચક્ષુથી, વૃક્ષની સ્થિરતા મૂળથી, તેવી રીતે જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યની શોભા સમ્યગ્દર્શનથી છે. શાંતભાવ, જ્ઞાન, ચારિત અને તપ તે સમ્યગ્દર્શન વિના પથ્થરની જેમ બજારૂપ છે અને સમ્યગ્દર્શન યુકત હોય તે તેઓ મહામણિ સમાન પૂજ્ય છે. સમ્યગ્દષ્ટિ જીવ કુમતિઓમાં જ નથી કદાચિત જાય, તે ત્યાં સમ્યકત્વને દેષ નથી પણ મિથ્યાત્વના સભાવમાં પૂર્વે બંધાએલું આયુ કારણ છે. સમ્યગ્દર્શન સહિત (આત્મભાને સહિત) જીવને નરકાવાસ પણ શ્રેષ્ટ છે કારણ છવ ત્યાં બાહય નારકી કૃત દુઃખને લેગવત હોવા છતાં આત્મભાને અંતરમાં ચૈતન્ય રસના જ સ્વાદુ હોવાથી અસંખ્યાત ગુણી નિજેરા કરતે પૂર્વકૃત કર્મોના દેણું સમતભાવે ચુકાવતે ભગવાન પદની નીટતાએ પહોંચતું હોવાથી સુખી છે; અને સમ્યગ્દર્શન રહિત સ્વર્ગવાસ પણ જીવને દુઃખરૂપ છે. કારણ તેને આત્મભાન રહિત ૫રમાં સુખની કલ્પના કરી છે તે તે અજ્ઞાનતાના દુઃખરૂપ જ છે. કારણ પર પદાર્થની ઈછા તે અજ્ઞાનના ફલરૂપ સંસાર વર્ધક છે. - અનેકાંતવાદ વસ્તુ સ્વરૂપ જ હિતકર છે.
સમ્યગ્દષ્ટિ આત્મા જ્ઞાન ભાવે પરિણમતા થકા શુભાશુભ કર્મને હેય જાણે છે. અને શુદ્ધ પરિણતિને જ ઉપાદેય જાણે છે