________________
૨૯૭
વસ્તુના એક દેશને ગ્રહણ કરવા વાળા જ્ઞાતાને અભિપ્રાયે માત્ર લેવો જોઈએ-કહ્યું પણ છે કે “નોરામનાથ: નય જ્ઞાતાને અભિપ્રાય માત્ર છે. જે ગુણ પર્યાયસ્વરૂપ પદાર્થને સર્વ પ્રકારે જાણે તે પ્રમાણ છે. અને તે પદાર્થના કેઈ એક ગુણ અથવા કઈ એક પર્યાય માત્રને મુખ્યતાથી જાણે તે નય છે. અહીં તાર્થ એ છે કે ગ્રહણ કરવા યોગ્ય પરમાત્મતત્વ, તેનું સાધક જે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવરૂપ શુદ્ધઆત્મિક તત્ત્વનું સમ્યક શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ રૂ૫ જે અભેદ રત્નત્રયસ્વરૂપ ભાવકૃત છે, તે નિશ્ચય નયથી ગ્રહણ કરવા ચગ્ય છે અને વ્યવહાર નયથી ભાવકૃતજ્ઞાનનું સાધકે દ્રવ્યકૃતને પણ ગ્રહણ કરવું જોઈએ. ભાવાર્થ- શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક થાય છે. પ્રથમ મતિજ્ઞાનથી જાણ્યું કે આ ઘટ છે. એમાં ઘટવાળાનું અથવા ઘટમાં રાખેલ પદાર્થનું ઈત્યાદિ જાણવું તે શ્રુતજ્ઞાન છે. મતિજ્ઞાનથી નિશ્ચય કરેલ પદાર્થના અવલંબનથી એજ પદાર્થના સંબંધને લઈ અન્ય કોઈ પદાર્થને જાણવા તે શ્રતજ્ઞાન છે અથવા મતિજ્ઞાન દ્વારા જાણે વિષયનું અવલંબન લઈને જે એજ વિષય સંબંધી ઉતર તણા ઉત્પન્ન થાય એને પણ શ્રુતજ્ઞાન કહે છે. શ્રુતજ્ઞાનમાં જે મતિજ્ઞાનને કારણ માનવામાં આવે છે, તે માત્ર એટલાજ માટે કે કેઇ એક વસ્તુનું સાધારણ જ્ઞાન થયા વિના વિશેષાવભાસી શ્રુતજ્ઞાન એકદમ કેમ થાય? અર્થાત્ શ્રુતજ્ઞાનને ઉત્પન્ન કરવામાં પ્રથમ ઉત્પન્ન થએલ અતિજ્ઞાન ના વિષયની સહાયતા લેવી પડે છે.
“સુગતિ-સંક્ષેપળ ગઈ સૂરતિ તિરં વાળમા ા