________________
પ્રસ્તાવના
,
, ,
ભૂતકાલમાં સિદ્ધ પામીચાને, ભવિષ્યમાં સિદ્ધ પામશે; મહિમા તે સમતિ ધર્મને “ગુની ધારશે તે પામશે, * * શ્રાવકેનું પ્રથમ કર્તવ્ય
પ્રથમ તે શ્રાવકે સારી રીતે સુનિર્મળ અને મેરુવત નિષ્કપ, અચળ અને ચલ, મલ, અગઢ એ ત્રણ દુષણરહિત અત્યંત નિર્મળ એવા સમ્યકત્વને ધારણ કરી અખંડ, નિસંગ, નિર્લેપ અને નિર્વિકાર આત્માનું ધ્યાન સદાકાળ ઠાવવું જોઈએ, કારણ કે તે સર્વ પ્રકારના દુખના હેતુ ભૂત આઠ પ્રકારના દુષ્ટ કર્મોને નાશ કરવાવાળું અને નિજ સુખાનંદ ભગવાન પદને પ્રાપ્ત કરવાવાળું છે. સંસારનું મૂળ કારણ અને તેના દુઃખદ
ફલ (કાર્ય)નું વર્ણન જેને અંત અત્યંત ભયંકર છે એવા પાપરૂપી મિથ્યાત્વ મહા વૈરીથી પીડિત આ જીવને રહેવાનું પ્રથમ તે નરકેની નીચે. નિગોદ સ્થાન છે; અને ત્યાંના નિત્યનિગોદથી નીકળવું અત્યંત કઠણ છે “કદાચ દેવાગ (પુણ્યગ) થી નિત્યનિગદમાંથી નીકળે તે ફરી પૃથ્વીકાયાદિક સ્થાવર જીવમાં ઉત્પન્ન થાય છે અને વિશેષ પુણ્ય કર્મના ઉદયથી સ્થાવર કાયમાંથી નીકળી ત્રસ ગતિ પામે છે. તેમાં પણ મન સહિત પંચેન્દ્રિય પશુનું શરીર પામવું બહુજ દુર્લભ છે અને એટલું મળવાથી પણ સંપૂર્ણ