________________
ર૩
પ્રતિશંકઃ-જે તમે આત્માનું ચિંતવન દ્રવ્યદષ્ટિથી કરે છે, તે દ્રવ્ય તે શુદ્ધ-અશુદ્ધ સર્વ પર્યાને સમુદાય છે, તે તમે શુદ્ધજ અનુભવ કેને કરે છે? અને જે પર્યાયષ્ટિથી કરે છે, તે તમારે વર્તમાનમાં તે અશુદ્ધ પર્યાય છે, છતાં તમે પિતાને શુદ્ધ કેમ માને છે ? જે શકિત અપેક્ષાએ શુદ્ધ માને છે તે હું એવો થવા
ગ્ય છું એમ માને. અન્ય સર્વે દ્રવ્યોથી જુદા પણું તે તે દ્રવ્યશુદ્ધતા અને પરના નિમિત્તથી થએલ પિતાને ભાવ (ઓપાધિક ભાવ) એનાથી રહિત જે શુદ્ધભાવ તે જ ભાવશુદ્ધતા કહેવાય છે. જ્યાં દ્રવ્યઅપેક્ષાએ શુદ્ધપણું કહ્યું ત્યાં તે દ્રવ્યઅપેક્ષાએ સર્વે પરદ્રવ્યથી, પરદ્રવ્યના ગુણ પર્યાથી ભિન્નપણું જાણવું, અને પોતાના ગુણોથી અભિન્નપણું જાણવું એનું નામ શુદ્ધપણું છે. અને પર્યાય અપેક્ષાએ પાધિક ભાવોને અભાવ થે તેનું નામ શુદ્ધપણું છે. શુદ્ધ ચિંતવન વિષે, શકિત અપેક્ષાએ શુદ્ધપણું ગ્રહણ કરવા ગ્ય કહ્યું છે. પોતાના આત્માને દ્રવ્યપર્યાય રૂપે અવલોકન કર. દ્રવ્ય કરી આત્માને સામાન્ય સ્વરૂપે અવલકવો અને પર્યાયે કરી આત્માને અવસ્થા વિશેષ અવધાર. એક દ્રવ્ય પલટિ બીજા દ્રવ્યરૂપ ન થાય એ અપેક્ષાએ આત્માને ભિન્ન અથવા અબદ્ધ-અસ્પષ્ટ કહેલ છે. દ્રવ્યદૃષ્ટિએ કરી એક દશા છે અને પર્યાયષ્ટિએ કરી અનેક અવસ્થા રૂપ છે. આ-આત્માને અન્યદ્રવ્ય અને અન્યદ્રવ્યના ભાથી સદા જુદો શ્રદ્ધ, દેખ-અનુભવ એજ નિશ્ચયથી સભ્ય – દર્શનને (અભેદ- અખંડ) વિષય છે, અથવા શુદ્ધ નયથી જ્ઞાયક માત્ર, સર્વે અન્યત્ર અને અન્યદ્રવ્યના ભાવથી ભિન્ન દેખે છે. શ્રદ્ધે છે, અનુભવે છે, તે ખરેખર સમ્યગ્દષ્ટિ છે.