________________
૧૯૪
ભાવાર્થ:- જ્યાં સુધી મનુષ્ય પરમાત્માને નથી દેખતા અર્થાત્ અનુભવ નથી કરતા, ત્યાં સુધી તે મનુષ્યને બાહ્ય પદાર્થ ( દેહ, સ્ત્રી, પુત્ર, ધન, આદિ) પ્રીતિ કરવાવાળા થાય છે; અર્થાત્ તે ખાા પદાનિ જ પ્રિય માને છે કિન્તુ જે સમયે તેને પરમાત્માનાં દન થઈ જાય છે તે સમય બાહ્ય પદાર્થને અંશે પણ પ્રિય નથી માનતા, અપ્રિય માને છે.
आत्मा स्वं परमीक्ष्यते यदि समं तेनैव संचेष्टते । तस्मा एव हितस्ततोऽपि च सुखी तस्यैव संबंधभाकू । तस्मिन्नेव गतो भवत्यविरतानन्दामृताम्भोनिधौ । किं चान्यत्सकळोपदेश निवहस्यैतद्रहस्यं परम् ॥ २३८॥ અ:- જ્યારે આ આત્મા પેાતાના શુદ્ધ સ્વરૂપને રૃખે છે; ( અનુભવે છે ) ત્યારે સ્વયં પેાતાના સ્વરૂપની સાથે જ ચેષ્ટા કરે છે; અને પેાતાના સ્વરૂપને અર્થે જ હિત સ્વરૂપ અને છે. તે પાતાથી જ સુખી થાય છે અને પેાતાના જાતે સંબધી થાય છે; તથા નિર ંતર આનન્દામૃતના સમુદ્ર સ્વરૂપ પેાતાના સ્વરૂપ માંજ લીન થાય છે. એવી રીતે સમસ્ત પ્રવૃતિઓની આત્મામાં દૃઢ સ્થિતિ છે તેજ સમસ્ત ઉપદેશનું અસલી તાપ છે એનાથી જુદું બીજું કાંઇ પણ નથો.
अचित्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिंतामणिरषे यस्मात् । सर्वार्थसिद्धात्मतया विधत्ते ज्ञानी किमन्यस्य परिग्रहेण ॥२३९॥