________________
૧૮૮
एतस्मिन् रतो नित्यं संतुष्टो भव नित्यमेतस्मिन् । - एतेन भव तृप्तो भविष्यति तवोचमं सौख्यम् ॥२२८॥
અર્થ- હે ભવ્ય જીવ! તું આજ્ઞાતિમાં સદાકાળ રૂચિથી લીન થશે અને એમાં જ હમેશાં સંતુષ્ટ થા. એ સિવાય અન્ય કેઈપણ તારા માટે કલ્યાણ કારી નથી. એનાથી જ તૃપ્તથા આમ કરવાથી તેને અન્ય કઈ પણ ઈચ્છા નહિ રહે અને તેના અનુભવમાં ઉત્તમ સુખ પ્રાપ્ત થશે.
: :
ભાવાર્થ- હે ભવ્ય! જેટલું આજ્ઞાન છે તેટલું જ માત્ર સત્ય પરમાર્થ સ્વરૂપ આત્મા છે એવો નિશ્ચય કરીને જ્ઞાન માત્ર આત્મામાં જ નિરંતર રતિ, પ્રીતિ, અને રૂચિ કર. એટલું જ માત્ર સત્યાર્થ કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે, એ નિશ્ચય કરીને જ્ઞાનમાત્ર આત્માથી નિત્ય સતેષને પ્રાપ્ત થા–નિત્ય તૃપ્તિને પ્રાપ્ત થા; એવી રીતે નિત્ય આત્મામાં રત, આત્મામાં સંતુષ્ટ અને આત્મામાં જ તૃપ્ત થવાથી તને વચનથી અગોચર નિત્ય શાશ્વત ઉત્તમ આત્મ સુખ થશે. તે સુખને તે જ સમયે સ્વયમેવ દેખીશ; બીજાને ન પૂછ. કેમકે આ સુખ પોતાને જ અનુભવ ગોચર છે. બીજાને કેમ પૂછે છે. ? તાત્પર્ય એ છે કે જ્ઞાન માત્ર આત્મામાં લીન થવું, એનાથી સંતુષ્ટ રહેવું, એનાથી જ તૃપ્ત રહેવું, એ જ પરમ ધ્યાન છે, તેનાથી વર્તમાનમાં આનંદ અનુભવાય છે અને એના પછી જ સંપૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તે સુખને એવું પૂર્વોક્ત કરવાવાળે જ પુરુષ જાણે છે બીજાને એમાં પ્રવેશ નથી.