________________
૧૭૭
आनन्दो निर्दहत्युद्धं कर्मेधनमनारतं । न चासौ खिद्यते योगी वहिदुंखेष्वचेतनः ॥२१६॥ અર્થ - જે સમયે યેગી પિતાના આત્મિક સુખના આનંદમાં નિમગ્ન થાય છે, ત્યારે સ્વાભાવિક આનંદસ્વરૂપ શુદ્ધોપગ (જ્ઞાનજ્યોતિ) થી દીર્ધકાળના કર્મોની સંતતિને ક્ષણવારમાં જેમ અગ્નિ ઇંધણને બાળી નાખે છે, તેમ સમસ્ત કર્મરૂપી ઇંધણાને બાળીને ખાખ કરી નાંખે છે. તે સમયે (સ્વરૂપ લીન દશામાં) બાહ્ય પદાર્થો ઈષ્ટ છે, કે અનિષ્ટ છે, તેમજ પરિષહ છે, કે ઉપસર્ગ છે, તેનું લેશ માત્ર ભાન તે મહાગીને નથી; તેથી તેને તે પ્રકારને ખેદ થતું નથી. ભાવાર્થ- જે અજ્ઞાની છે સ્વપરના ભેદનું જેને જરાપણુ જ્ઞાન નથી, તે સમસ્ત પર પદાર્થોને અનુભવ કરે છે, કેમકે તેને પૂર્ણ રૂપથી જાણતા નથી. (વસ્તુ જે સ્વરૂપે છે તેને તેજ સ્વરૂપે જાણવી, તેને જ્ઞાન કહેલ છે અને તે વસ્તુમાં રાગ, દ્વેષ, મ, ક્રોધ વિગેરે પરિણામ કરવા તે અનુભવ કહેવાય છે.)
રાગ, દ્વેષ અને દર્શન મેહને ક્ષય કરવાને ઉપાય આત્મજ્ઞાન અને આત્મવીર્ય છે. એટલા માટે મન સહિત વિચારવાન જીવનું કર્તવ્ય છે કે, જિન વાણીને અભ્યાસ કરીને આત્મા અને અનાત્માના ભેદને સમજી લે, અને આત્માના દ્રવ્ય ગુણ પર્યાયને આત્મામાં જાણે અને અનાત્માના દ્રવ્ય ગુણ પર્યાયને અનાત્મામાં જાણે છે કે પિતાને આત્મા કર્મ પુદગલ રૂપ અનાત્માની સાથે દૂધ પાણીની માફક મળેલ છે, તેપણ જેમ