________________
કરવા યોગ્ય છું, અન્ય બીજું કોઈ નહીં એ પ્રમાણે પિતાના સ્વરૂપમાં જ આરાધ્ય અને આરાધકભાવની વ્યવસ્થા છે. प्रच्याव्य विषयेभ्योऽहं मां मयैव माय स्थितिम् ।
बोधात्मानं अपनोऽस्मि परमानन्द निर्वृतम् ॥१९१॥ અર્થ – હું પાંચે ઈન્દ્રિયના વિષયથી મારા આત્માને હઠાવી મારા દ્વારાજ અર્થાત્ પોતાના આત્મસ્વરૂપ દ્વારા જ મારા સ્વરૂપમાં સ્થિર થએલ જ્ઞાનસ્વરૂપ તથા અતીન્દ્રિય આનન્દથી પરિપૂર્ણ મારા સ્વરૂપની અવસ્થાને પ્રાપ્ત થાઉં છું.
ભાવાર્થ- પરમાત્મા પદ અથવા મુક્ત પદને જે જીવ પ્રાપ્ત કરવા ઇચ્છે છે, તે પરમાત્મ પદ શક્તિ રૂપે આ આત્મા જ છે. અને એના ઉદ્યોગથી જ એને પ્રાપ્ત થઈ શકે છે. કેઈ ઈશ્વર આદિ પાસે તે સંગ્રહ રૂપે વિદ્યમાન નથી, કે જેને તે પ્રસન્ન થઈ પિતાના સેવકને આપી શકે. બીજા પરમાત્માએથી અમે આ વિષયમાં માત્ર એટલે જ લાભ ઉઠાવી શકીએ છીએ કે, અરહંત (જીવ મુક્ત) અવસ્થામાં, આપેલ પરમાત્મપદના સાધન ભૂત એમના ઉપદેશનું મનન કરીએ અને જે વીતરાગ સ્વભાવ ધાન મુદ્રાથી એમણે પરમાત્મપદ પ્રાપ્ત કરેલ છે, તે દિવ્ય (પરમઔદારિક) દેહનું અથવા એમના પ્રતિબિમ્બ (પ્રતિમા) ને મારા પિતાના હૃદયમંદિરમાં અંક્તિ (સ્થાપન) કરું; અને ત્યારબાદ હું મારી પણ એ જ પ્રકારની ધ્યાન મુદ્રા બનાવી તથા તેમના બતાવેલ સાધનેને ઉપગમાં લાવી સ્વયં પરમાત્મ પદ પ્રાપ્ત કરૂં.