________________
અર્થ - આ ગામ છે અથવા આ વન છે, એવા પ્રકારના બે સ્થાનની કલ્પના અનાત્મ દશી બહિરાત્મા ને જ થાય છે. અને આત્મસ્વરૂપને જાણવાવાળા જ્ઞાની પુરૂષનું નિવાસ સ્થાન વાસ્તવમાં એમને રાગાદિ રહિત નિશ્ચલ આત્મા જ હોય છે. કેમકે આત્મજ્ઞાની પુરુષ નિરંતર પિતાના આત્મગુણોના અનુભવમાંજ રમણ કરે છે. એટલા માટે એમનું ધ્યાન બાહ્ય ગામ, વન આદિ
સ્થાને તરફ જતું નથી, પણ પરમાનન્દમય નિજ આત્માને જ તેઓ એક પ્રકારનું મનહર ઉપવન સમજે છે.
इच्छत्येकांतसंवासं निर्जन जनितादरः। निजकार्यवशात्किंचिदुक्त्वा विस्मरति द्रुतं ॥१८५॥ અર્થ – વેગી, મનુષ્યની સંગતિના અભાવમાં પિતાને આદર કરતા થકા એકાંત વાસને ઈચ્છે છે, પોતાને પ્રજન વશ કાંઈ કહેવું પડે તેમ કહી ને શીધ્રજ એને ભૂલી જાય છે. ભાવાર્થ- આત્માનુભવમાં લીન થેગી, મનુષ્યના અભાવમાં પિતાને આદર કરતા થકા સ્વભાવથીજ એકાન્ત, નિર્જન, પર્વત, વન અથવા ગુફા આદિમાં ગુરૂ આદિ સાથે વાસ કરવાની ઈચ્છા કરે છે. તથા પ્રજન ને લઈ કાંઈ કહેવું પડે તે કહી, તે વાત ને તત્કાલ ભૂલી જાય છે, એટલે એમને આત્મ પ્રેમ રહે છે.
अभवञ्चित्तविक्षेप एकांते तत्त्वसंस्थितिः ।
अभ्यस्येद भियोगेन योगी तत्त्वं निजात्मनः ॥१८६॥ અર્થ- જેના ચિત્તમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ (રાગદ્વેષાદિરૂપ