________________
૧૩૮
અર્થ - ભાવમન રૂપી ઉપગ ભૂમિમાં જે જે સંકલ્પ વિકલ્પ રૂપ ઈષ્ટ અનિષ્ટ પરિણામ ઉત્પન્ન થાય; અર્થાત્ જે જે વાતની મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય, તે તે ઈચ્છાઓને તેજ ક્ષણે તત્કાલ સર્વથી પહેલાં છડી આપે. અર્થાત ઉપગને ત્યાંથી ખેંચી શુદ્ધ ચેતન્ય સ્વરૂપ સમ્મુખ જોડે (પરિણમવે) એવી રીતે વારંવાર અંતરંગ અભ્યાસ કરવાથી જે સમયમાં સમસ્ત સંકલ્પ રૂપ ઉપાધિને પરિહાર (નાશ) થાય છે, તેજ સમયમાં શુદ્ધાત્મ સ્વરૂપ ઝલકે છે. અર્થાત્ શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે. પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. ભાવાર્થ- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક ચારિત્રની પૂર્ણતા જ આત્માનું સ્વરૂપ છે. જે સમયે અખંડ જ્ઞાન તથા દર્શનની પ્રાપ્તિ થાય છે, એને જ સ્વરૂપની પ્રાપ્તિ કહે છે. પરંતુ જ્યાં સુધી કર્મ જનિત રાગ દ્વેષ અથવા ઈચ્છા આદિ ઉપાધિઓને સંબંધ આ આત્માની સાથે હોય છે, ત્યાં સુધી આત્મસ્વરૂપની પ્રાપ્તિ નથી થતી. એટલા માટે શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક આસન ભવ્ય આત્માઓએ સમજવું જોઈએ કે, તે જે જે સમયે ચિત્તમાં (ઉપગમાં ઈચ્છા આદિ ઉપાધિ ઉત્પન્ન થાય એજ સમયે એને પરિત્યાગ કરી, શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરે.
ચિંતા ચિતા સમાન भोचेतः किमु जीव तिष्टसि कथं चिंतास्थितं सा कुतो। रागद्वेषवचात्तयोः परिचयः कस्माच जातस्तव । इष्टानिष्टसमागमादिति यदि वभ्रं तदावां गतौ । 'नोचेनाच समस्तमेतदचिरादिष्टादिसंकल्पनम् ॥१५८॥