________________
૧૧૩
સમભાવ-માધ્યસ્થષ્ટિ રાખી, મિથ્યાત્વનું યથાર્થ સ્વરૂપ સમજી, તેને સમ્યફપ્રકારે સર્વથા પરિત્યાગ કરી, સભ્યપરિણતિને પ્રેમથી ગ્રહણ કરવી જોઈએ. આ ઉપાદાન અને નિમિત્ત તું સ્વરૂપ
કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણુ કહે છે, અને તે કારણના બે ભેદ છે-એક સમર્થ કારણે અને બીજું અસમર્થ કારણું. પ્રતિબંધકને અભાવ થવાથી સહકારી સમસ્ત સામગ્રીઓના સંભાવને સમર્થ કારણ કહે છે. સમર્થ કારણ હેવાથી અનન્તર (ઉત્તર ક્ષણમાં–બીજીજ ક્ષણમાં) અવશ્ય કાર્યની સિદ્ધિ થાય, તેને સમર્થ કારણ કહે છે. અને ભિન્નભિન્ન પ્રત્યેક સામગ્રીને અસમર્થ કારણ કહે છે અસમર્થ કારણ કાર્યનું નિયામક નથી: અર્થાત્ જે કારણ હેવાથી ઉત્તર ક્ષણમાં નકી કાર્ય ન થાય, તેને અસમર્થ કારણ કહે છે, સહકારી સામગ્રીના બે ભેદ છેએક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ કાર્યની સિદ્ધિ આ બન્ને કારણથી થાય છે. પદાર્થ પોતેજ કાર્ય રૂપે પરિણમે, તેને ઉપાદાન કારણ કહે છે. અથવા દ્રવ્યની અંતરંગ પરિણમન શક્તિને પણ ઉપાદાન કહે છે. જેમ ઘડાની ઉત્પત્તિમાં અંતરંગ ઉપાદાને કારણ માટી છે, કેમકે અનાદિ કાલથી દ્રવ્યમાં અવિચ્છિન્ન ધારાએ જે પર્યાને પ્રવાહ ચાલ્યા આવે છે, એમાં અનન્તર–આંતરારહિત (એના પછી) પૂર્વ ક્ષણવર્તી પર્યાય ઉપાદાન કારણ છે અને
અનન્તર એટલે ઉત્તર ક્ષણવર્તી પર્યાય કાર્ય છે. ઉપાદાન કારણ દ્રવ્ય પિતે એકજ હોય છે, બીજું દ્રવ્ય હોતું નથી. પોતાના ગુણ પર્યાનું મૂળ અંતરંગ કારણ દ્રવ્ય પોતેજ હોય છે. પદાર્થ