________________
દ્રવ્યરૂપ પરિણમન નથી કરતા ત્યારે જ શુદ્ધ અથતિ કર્મોપાધિ રહિત શુદ્ધ ચિદાનન્દસ્વરૂપ આત્માને પામે છે. ભાવાર્થ-જ્યારે આ જીવ પરદ્રવ્યના સંબંધથી આત્માને જુદે જાણી શુદ્ધ કર્તા, શુદ્ધ કરણ શુદ્ધ કર્મ અને શુદ્ધ ફળ એ ચારે ભેદથી આત્માને અભેદ રૂપે સમજે છે અને નિશ્ચય કરી કેઈ કાલમાં પણ પરથી એકપણું પામીને પરિણમન નથી કરતે ત્યારે તે જ જીવ અભેદરૂપ જ્ઞાયક માત્ર પિતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. એજ કથનને દુષ્ટાત દઈ વિશેષતાથી બતાવે છે. જેમ લાલ પુષ્પના સાગથી સ્ફટિક રતમાં કાગ વિકાર ઉત્પન્ન થાય છે, તેમ અનાદિ કાલથી પુદગલ કર્મના સંબંધથી રાગવૃત્તિ ઉત્પન્ન થઈ છે, એ હું પરકૃત વિકાર સહિત, પૂર્વે અજ્ઞાન દશામાં હતું, તે સમયમાં પણ અન્ય દ્રવ્ય મારું કોઈ પણ સંબંધી હતું નહીં. એવી અવસ્થામાં પણ હું એકલેજ, મારી ભૂલથી, સરાગ ચેતન્ય ભાવ કરી ર્તા થયે. હું સરાગ ચૈતન્ય ભાવ કરી અજ્ઞાન ભાવનું મુખ્ય કારણ થયે, તેથી કરણું પણ હું જ થયે. હું જ સરાગ ચૈતન્ય પરિણતિ સ્વભાવથી મારા અશુદ્ધ ભાવને પ્રાપ્ત થયું. તેથી હુંજ કર્મરૂપ થયે. હું જ સરાગ ચૈતન્ય ભાવથી ઉત્પન્ન અને આત્મિક સુખથી વિપરીત એવા દુઃખરૂપ કર્મફળને ભેકતા થયે. એમ અજ્ઞાન દશામાં હું એ ચારે ભેદેથી અભેદરૂપ પરિણમન કરતે હતે. અને હવે જ્ઞાન દશામાં જેમ લાલ પુષ્પને સંગ છૂટી જવાથી સ્ફટિક મણિ નિર્મલ સ્વાભાવિક શુદ્ધ થઈ જાય છે, તેમ હું પણ સર્વથા પ્રકૃતિના વિકારથી રહિત થઈ નિર્મલ મોક્ષ માર્ગમાં પ્રવર્તી