________________
૭૭
પ્રશ્ન કરવામાં આવે છે, જીવના મહા સુમરૂપ ભાવેની સ્મૃતિ જડ પુદગલને કેવા પ્રકારે થાય છે! અને જે સ્મૃતિ નથી થતી તે તે પુદગલ પરમાણુ કારણ વિના પુરપાપરૂપ પરિણમન કેમ કરે છે? એને ઉત્તર એ છે કે, જેમ એક મંત્રસાધક પુરુષ ગુપ્ત સ્થાનમાં બેસી કોઈ મંત્રનો જાપ કરે છે અને એના કર્યા વિનાજ કેવલ મંત્રની શક્તિથી અન્ય જનેને પીડા ઉત્પન્ન થાય છે અથવા સુખ થાય છે, એવી જ રીતે અજ્ઞાની જીવ પિતાના અંતરંગમાં ઉત્પન્ન થએલ વિભાવ ભાવેની શક્તિથી એના કર્યા વિના જ કઈ પુદ્ગલ પુણ્યરૂપ અને કઈ પુદ્ગલ પાપરૂપ પરિણમન કરે છે. સારાંશ એ છે કે એના ભાવમાં એવી કઈ વિચિત્ર શક્તિ છે કે એના નિમિત્તથીપુગલ સ્વયં અનેક અવસ્થાઓને ધારણ કરે છે. આત્મા પોતાનું અહિત (બુરું) પિતાના અશુદ્ધ પરિણામથી જ કરે છે. કેમકે કર્મ તો જડ છે. તેને આત્માને સુખદુઃખ આપવાની કોઈ પણ ઈચ્છા નથી અને તે કર્મ સ્વયમેવ કર્મરૂપે પરિણમે નહિ, પરંતુ આત્માના અશુદ્ધ પરિણામ (અશુદ્ધ ઉપયોગના નિમિત્તથી કમરૂપ થાય છે. જેમ કેઈ અજ્ઞાની પોતાના હાથમાં પથ્થર લઈ પોતાનું માથું ફેડે તે તે પથ્થરનો શે દેષ કાંઈ નહિં તૈમ જીવ પોતાના રાગાદિક પરિણમેએ કરી પુગલને કમરૂપ પરિણુમાવી પિતાનું અહિત કરે તે કર્મને શો દોષ? કાંઈ નહિં; માટે કર્મથી રાગ દ્વેષ કરે તે પણ મિયા કહેલ છે. અજ્ઞાની આત્માને એક એવો સ્વભાવ છે કે ઈષ્ટ અનિષ્ટ પદાર્થોને વશ થઈ પોતે જ સુખદુઃખની કલ્પના કરી લે છે જેમ અઘતિ કર્મને વિષે વેદનીય કર્મના ઉદયે કરી શરીર વિષે બાહ્ય સુખ