________________
અશુદતાની અંદર પણ શુદ્ધ જીવને
પ્રતિભાસ થાય છે – ना संभवं भवेदेतत् तद्विधेरूप लब्धितः।। सोपरक्ते रभूतार्थात् सिद्ध न्यायाद दर्शनम् ॥ ७७ ।। અર્થ - અશુદ્ધતાની અંદરજ શુદ્ધ જીવને પ્રતિભાસ થાય છે, આ વાત અસિદ્ધ (બેટી) નથી; કિન્તુ અનેક પ્રકારથી સિદ્ધ છે. અયથાર્થ ઉપાધિને સંબંધ થઈ જવાના કારણે તે શુદ્ધતાનું દર્શન નથી થતું.
- *
.
.
ભાવાર્થ – પુદ્ગલના નિમિત્તથી આત્મામાં જે અશુદ્ધતા આવી છે, તેથી આત્માનું શુદ્ધ સ્વરૂપ ઢંકાઈ ગએલ છે, તે પણ ઉપાધિ રહિત અવસ્થાનું ધ્યાન કરવાથી અશુદ્ધતાની અંદર પણ શુદ્ધતાનું અવલોકન થાય છે. કેમ કર્મ આદિથી મિશ્રિત રહેવા છતાં પણ ઉપગરૂપ પરિણામ દ્વારા જીવને જુદો અનુભવ કરવામાં આવે છે. રાગાદિક ભાવ, પુગલ કમને કારણ ભૂત છે, અને પુગલ કમ, રાગાદિક ભાવ કર્મોને કારણે ભૂત છે. તેનાથી આ આત્મ નિજ સ્વભાવની અપેક્ષાએ અનેક પ્રકારના કર્મજનિત ભાવોથી પૃથક (જુદાજ) ચૈતન્યમય વસ્તુ છે. જેમ લાલરંગના નિમિત્તથી સ્ફટિક મણિ લાલ રૂપ દેખાય છે–વાસ્તવિક લાલ સ્વરૂપ થઈ ગયે નથી. લાલાશ તે સ્ફટિકની ક્ષણિક ઉપરની ઝલક માત્રજ છે અને સ્ફટિક તે સ્વભાવથી શ્વેતવર્ણથી શોભાયમાન છે છે. આ વાતને પરીક્ષક ઝવેરી સારી રીતે જાણે છે, પરંતુ જે રત્ન પરીક્ષાની કલાથી અનભિજ્ઞ (અજાણ) છે સ્ફટિકને