SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પર જે આત્માની અનુભૂતિ તે જ નિશ્ચય દૃષ્ટિ થઇ. તે દૃષ્ટિથી આત્માનું અવલાકન થાય છે. આત્મા સ્વસવેદન જ્ઞાને કરીને જ ગ્રહણ કરવા યાગ્ય છે. જે ભવ્ય આત્માનું મન વિષય કષાયથી ચંચળ નથી થતુ, તેને જ આત્માનાં દર્શન થાય છે. જેમ સૂર્યના પ્રકાશની સન્મુખ અંધારૂં' શાલા નથી આપતું તેમ આત્મજ્ઞાનમાં વિષયાની અભિલાષા ચેાલતી નથી, એમ નિશ્ચય જાણુવું. स्व संविति समायाति यमिनां तत्त्व मुत्तमम् । आसमंताच्छमं नीते कषाय विषम ज्वरे ॥ ६२ ॥ અ:– સંયમી મુનિયાના કષાયરૂપી વિષમ જવર સર્વ પ્રકારે ઉપશમતાને પ્રાપ્ત થવાથી ઉત્તમ તત્ત્વ ( પરમાત્મ સ્વરૂપ) સ્વસ વૈદનતાને પ્રાપ્ત થાય છે. ભાવાર્થ:- કષાયાના નાશ થવાથી જ શુદ્ધાત્મસ્વરૂપના પ્રત્યક્ષ અનુભવ થાય છે. अयमात्मा महामोह कलंकी येन शुद्धयति । तदेव स्वहितं धाम तच्च ज्योतिः परं मतम् ॥ ६३ ॥ અર્થ:- આ આત્મા મહા માહ ( મિથ્યાત્વ કષાય ) થી કલકિત અને મલિન છે. માટે જે પરિણામથી આત્મા શુદ્ધ થાય, તેજ આત્માનું સ્વહિત છે, તે જ આત્માનું ઘર છે, તે જ પરમ ન્યાતિ અથવા પ્રકાશ છે.
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy