________________
મૂલ્યવાન મખમલ જરીયનને પોશાક પહેરેલ છે. તે જોઈને ભાણે બહુ હરખાય છે અને વિચારે છે કે અહ ? કે ચળ કાટ કરતો ઝગારા મારતે સુંદર લીસે પિશાક પહેરેલ છે. આવા પિશાકને હાથેથી અડવાનું પણ ભાગ્ય માટે નથી. તે પછી પહેરવાની તો વાત જ ક્યાંથી ? એમ સહેજ વિચારમાં ચડી ગયે. ઈર્ષા નથી. પણ રાજકુંવરને જોઈને ખુશ થાય છે. રાજકુમાર છત્રકુંવર પિતાને પોશાક, મુખ વગેરે અવય દર્પણમાં જોઈ રહ્યો છે.
તેવામાં તેની નજર સડક ઉપર ઉભો રહેલ ભીખારીના ભૂપ જેવા ભાણીયા ઉપર પડી, તેને જોઈ વિચાર થયો કે આ ભીખારી મારા જેવા જ દેખાય છે. ઉંચાઈ, વય, રૂપ, રંગ વિગેરે મારા જેવાજ છે. એમ વિચારી વળી દર્પણમાં પોતે જોવે છે, એટલે ખાત્રી થાય છે કે કપડા વિના બધુ સરખુ જ છે. આ કારણથી રાજકુંવરના દિલમાં કૌતુક થયુ કે મારો કીમતી વેષ છે ત્યારે આ ભીખારીને વેશ ચીંથરેહાલ છે. બાકી બીજી બધી રીતે મારા જેવા જ છે. એટલે મારે વેશ તેને પહેરાવું, અને તેનો વેશ હું ધારણ કરું તો રાજકુંવરને વેશવાળા રંકને અને ભીખારી વેશવાળા મને રાજકુંવર તરીકે જાણી શકે કે કેમ? તે કૌતુક જેવાની ઈચ્છા થઈ. પણ પરિણામ કેવું આવશે તે જાણવા લેશમાત્ર પણ વિચાર કર્યો નહી. (કૌતુક જગમાં અનેક છે જેવા જીવ લલચાય, પણ પરિણામ શું આવશે, ન કરે તેને ખ્યાલ) જયારે જીવનમાં કંઈક જુદુજ થવાનું હોય છે