________________
પ્રસ્તાવના જેનશાસ્ત્રોમાં બાળજીને ઉપકાર કરનાર પૂ. મહાત્માઓના ચરિત્ર કથાઓ વાર્તાઓ રાસાઓની રચનાઓ કરાયેલી છે. તેનાના મેટા પ્રૌઢ નરનારી વિગેરેને વાંચવાની કહેવાની તેમ સાંભળવાની ઈચછા રહે છે, અને તે વાંચવાથી કહેવાથી તેમ સાંભળવાથી સ્વ-- પરને લાભદાયી થાય છે. સુસંસ્કાર પડે છે. દાન, શિયળ, તપ અને ભાવ એ ચારે પ્રકારને ધર્મ આરાધવાની દિન પ્રતિદિન વૃદ્ધિ થાય. છે. જ્ઞાન ભણવાભણાવવાની ઇચ્છા થાય છે. તેમજ સુપાત્રદાન અભયદાન અનુકંપાદાનાદિ કરવાની રૂચિ જાગે છે. વળી બુદ્ધિમાં વધારે થવાથી સાધમની ભક્તિ તથા સ્વામિ વાત્સલ્ય તેમજ શ્રી વર્ધમાન તપ નવપદાદિ તપનું આરાધન કરવાનું દિલ થાય છે. એવા અનેક. દાખલાઓ હાલ પણ જોવામાં આવે છે.
પૂર્વના કોઈ અશુભ કર્મોદયના ઉદયથી કેટલાકને જન્મથીજ રંક દશા પ્રાપ્ત થાય છે. વળી અમૂક વબાદ ઉચ સ્થિતિને પણ પામે છે. તેમ વળી કઈ જન્મથીજ રાજાને ત્યાં જન્મ થયેલો રાજકુંવર હોવા છતાં અમૂક વર્ષો બાદ રંકદશા ભોગવીને વળી ઉંચ સ્થાને આવે છે. આ બધી કમંની વિચિત્રતાનું ખ્યાન શ્રી છત્ર-ભાણકુંવરના ચરિત્રમાંથી જોવા મળી આવે છે. અનાદીકાળથી ચાલતી રહેલી ભૂલ સુધારી મુકિતના ધ્યેય ઉપર આવી અનેક આત્માઓ તરી ગયા છે. તે પ્રસંગને અનુસરી એક બુકમાંથી મહાત્મા દઢપ્રહારીનું દષ્ટાંત તથા પૂ. આગમોદ્ધારક શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મહારાજાએ દેવ અને તાપસને. ભવ નહી જણાવતાં સીધુજ મહાત્મા ચ ડકેશીક નાગનું દષ્ટાંત જણાવેલ તે પણ લીધું છે. મુનિ શ્રી નિરંજન વિજયજીએ શ્રીપાલ રાજાના ચરિત્રમાં શ્રી સુલસી મહાસતીનું દષ્ટાંત મૂકેલું છે અને એક જેવીનું દષ્ટાંત કીસ્મતમાંથી લીધું છે.
“સ જોશી ને એક ડોશી” એક પરોપકારી અનુભવી ડોશીએ વિકટ પ્રસંગે શ્રી કુમારપાળ રાજાને બચાવી લીધેલ તે પણ દૃષ્ટાંત લે. રતીલાલ મફાભાઈવાળુ લીધેલ છે. વળી લેખક મુનિશ્રી કુંદકુંદ