________________
૭ર
પ્રશ્ન–સજાતીયને સજાતીય ખેંચેજ ને ?
ઉત્તર–ના. લેહચુંબક અને લેખંડ સજાતીય નથી. બંને જુદી જુદી વિજાતીય વસ્તુ છે. લેહ ચૂંબકના તો પહાડ હોય છે. અને તે પત્થરની જાત છે. જયારે લેખંડ ધાતુ છે. ખાણમાંથી નીકળે છે. સજાતીય સજાતીયને પકડે ખેંચે એવો નિયમ નથી. લેખંડ ખંડને કયાં ખેંચે છે. પરમાણુઓમાં પણ એજ મુજબ સમજવું.
લુખો અને ચીકણે પરમાણુ ચુંટી શકે છે. બે લુખ્ખા પરમાણું કે બે ચીકણા પરમાણું ન ચૂંટે. લેખંડ ઉપર કાટ હોય એ કાટને લેહચુંબક ન ખેંચે પણ લેખંડને જ ખેંચે. કારણ એજ કે એવા પ્રકારનો સ્વભાવ. તેવી જ રીતે આત્માને જ કર્મ અણુઓ વળગે છે. કારણ કે એ રવભાવ.
અનાદિકાળથી પદાર્થ સ્વભાવ સહજ રીતે જ એ છે કે આત્મ પદાર્થમાં અનંત સ્વભા શક્તિઓ ગુણો વિગેરે છે. તે સ્વભામાં એક એવો પણ સ્વભાવ છે કે જે જડ પદાર્થ સાથે સંગ સબંધ રાખી શકે. તેવી જ રીતે જડ પરમાણુઓમાં પણ કેટલાક સ્વભાવ છે. તેમને એક સ્વભાવ એ પણ છે કે જે આત્મા સાથે ચેટી શકે.
જે આત્માને કર્મલાગે એજ કર્મનો સ્વભાવ હોય તો તર્ક થશે કે સિદ્ધના આત્માને કર્મ કેમ લાગતા નથી ? પણ બારીકાઈથી વિચારતાં સમજાશે કે સિદ્ધને આત્મા શુદ્ધ છે.