________________
તમે કર્મની ગતિ વિચારે જ્યાં સુધી જીવને કર્મનું જ્ઞાન થતું નથી. અથવા કર્મ સંબંધી જ્ઞાન મેળવતા નથી. ત્યાં સુધી આત્મા કર્મથી છુટી શકતો નથી. કર્મનું જ્ઞાન અવશ્ય મેળવવું જ જોઈએ. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય આદિ આઠ કર્મો આત્માને ઘેરીને રહ્યા છે. એટલે કે કર્મરાજાના કબજામાં રહ્યો છે. જો કે કર્મના કરતા પણ આત્મા અનંત શક્તિ ધરાવે છે. કેઈપણ કાળે આત્મા કર્મને નાશ કરીને મૂક્ત બની શકે છે. પણ હાલમાં અનાદિકાળથી તે કર્મોને વળગાડ ચાલુ જ છે. મોહરૂપી દારૂ પાઈને આત્માને ઘેલે બનાવ્યો છે. એ ઘેલછામાં કઈ હસે છે. કોઈ રડે છે. આનંદ માને છે. કોઈ દુઃખ દરિયામાં ડુબેલે માને છે. આ બધી ઘેલછા, મૂર્ખાઈપણ નહીં જાય, ત્યાં સુધી કર્મરાજા જુદાજુદા વેષ ધરાવી નાટક કરાવશે, નચાવશે, મારશે, દબાવશે, રખડાવશે, અને ભીખ પણ મંગાવશે. જગતમાં મોટા ભાગની સ્થિતિ આવી જોવામાં આવશે, આવે છે. જ્ઞાનીની દષ્ટિએ સુખ નહિ હોવા છતાં તેમાં સુખ મનાવી કર્મરાજા પોતાના કબજામાં રાખશે. ર્મરાજા કેઈને રંક, કેઇને શાહુકાર કોઈને નિર્ધન, કેઈને બુદ્ધિશાળી. કોઈને મૂર્ખ, કોઇને રેગી કોઈને નિરેગી, કેઈને રૂપવાળે, કેઇને કુરૂપવાળે, કોઈને પચે ઈન્દ્રિયની પૂર્ણતા. તો કોઈને હિનતા. કોઈને બળવાન કોઈને નિર્બળ. એજ માબાપના સંતાનમાં એક ધનવાન બને બીજો નિધનદશામાં હોય. એક વકીલ બારીસ્ટર થયેલ હોય