________________
૫૪
એમ એક બીજાનું અનુકરણ કરતા જાય છે. તે સઘળા ઉપસર્ગોને સહન કરતા દેઢ મહિનો થતાં ધૂળ પથ્થર દૂર કરીને ત્યાંથી બીજા દરવાજે જઈ કાઉસગ્ગ ધ્યાનમાં રહે છે. ત્યાં પણ તેવાજ ઉપસર્ગો દેઢ મહિના સુધી સહન કરી ત્રીજા દરવાજે જઈ કાઉસગ્ગ ધ્યાને રહી જે જે ઉપસર્ગો થાય છે તે સમભાવે સહન કરી દેઢ માસ પછી ચેથા દરવાજે પણ એવી જ રીતે દેઢ મહિના સુધી મરણત જેવા ઉપસર્ગ આવ્યા છતાં સમભાવ રમણતામાં રહી ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન મેળવ્યું.
મહાનુભા ! માખી મચ્છર કે કીડી મકોડા કે માંકડના ચટકા સહન કરતા તે આંખમાં પાણી આવી જાય છે. એટલું નહી પણ શરીર ધ્રુજી ઉઠે છે. તે અનુભવ સિદ્ધ છે. તે હિસાબે આપણે આત્મા કેટલે નિર્બળ રાંકડો જણાય છે. તે નિર્બળ આત્માને સબળ બનાવવા માટે છ છ મહિના સુધી અન્નપાણી લીધા વિના મરણાંત જેવા ઉપસર્ગો દઢ પ્રતિજ્ઞા પૂર્વક સહન કરી અનાદિથી ચાલી આવતી ભૂલની પરંપરાને તજી દેનાર મહાન્ આત્મા શ્રી દઢપ્રહારી મુક્તિગામીનું દષ્ટાંત મનન કરવા વિચારવા આદરવા ગ્ય છે. આપણે પણ અનાદિની ભૂલ સુધારવાનો પ્રયત્ન કરી મુક્તિ ધ્યેયને પામી સંસાર સમુદ્રથી પાર ઉતરીએ.
મહાનુભાવો ! જ્યાં સુધી આપણે પાપના કામો બંધ નહી કરીએ ભૂલ સુધારવાના આપણે પ્રયત્ન નહી કરીએ ત્યાં સુધી