________________
૫૧૮
કળશ તપગચ્છધારક મેહવારક, મુનિમોહન જણીયે, જ્ઞાનીતપસ્વી શિષ્યસાર, તેહના પ્રમાણીયે. જ પંન્યાસજી શ્રી હર્ષ મુનિ, શિષ્ય ચેથા તે હતા, જિન શાસને રાગી બની,ગુરૂભક્ત કામદીપાવતા. ૨ નિશ્રાધરે ભક્તિ મુનિજી, તેહની ભારે માયા, તપસ્યા કરી આગ્રાજ પાસે, સ્વર્ગવાસી તે થયા. ૩ તેઓના જે શિષ્ય રત્ન, ક્ષાતિ મુનિ જે થયા, ગુણોજ તેવા નામ જેવા ક્ષતિ સૂરીશ્વર બન્યા. ૪ વિદ્વાન શિષ્ય તેઓના, પંન્યાસ પદવીગુણધરા, ગણિવર્ય શ્રી કીર્તિમુનિજી, બાલબ્રહ્મચારી ખરા, ૫ તેઓના ગુરૂભાઈ નાના, રાસ રચના આદરી, એમાંજ નિજ મુનિ લલિતે, બુદ્ધિ તેમાં વાપરી. ૬ શુભ જૈનપુરી રાજનમજે, વીર વિજય ઉપાશ્રયે, રહી પૂજ્ય શ્રીપંન્યાસજી કીર્તિ ગણિવર આશ્રયે. ૭ સંવત બે હજાર પચીસ, અક્ષયતૃતિયા ખાસ જે, પુરો કર્યો કહું છત્ર-ભાણ, કુંવરને આ રાસ તે. ૮
સમાપ્ત હક્કજ