________________
પ૧૭.
મંત્રનું સદા હૃદયમાં સ્મરણ કરતા પિતાના પીતાઓનું તેમજ દાદા મહંતનું પણ મરણ ધરીને રાજયનું પાલન કરતા રહ્યા છે.
હે મહાનુભાવે ! છત્રકુંવરનું પ્રથમ યેય પોતાનું રાજ્ય મેળવવાનું હતું. તે સિદ્ધ થયું અને ભાણકુંવરના સહવાસથી મુક્તિનું શ્રેય થતા મુક્તિ માર્ગ પણ લીધે. શ્રી ભાણકુંવરનું પણ પોતાના કુટુંબને ભીખ છોડાવવાનું હતું, તે છોડાવીને મુક્તિનું ધ્યેય કરાવી પિતે પણ મુક્તિપંથે ગયા. તેમ હે ભાગ્યશાળીઓ આપણે પણ તેમના ધર્મરાગનું અનુકરણ કરી મુક્તિ માર્ગે વળીયે. જેથી શાશ્વતા સુખને પામીએ. - સુ ! શ્રી છત્ર-ભાણકંવરનો રાસ પુરે થયે જાણે. અલ્પબુદ્ધિથી જે કંઈ વિપરીત લખાણ થયું હોય તેની વિકરણ ચિંગે શ્રીઅજીતનાથપ્રભુની સમક્ષ માફી માંગી મિચ્છામિ દુક્કડ દઉ . આ રાસમાં બહારથી લખાણ ઘણું જ લીધુ છે, મારૂં નહીવત જેવું જ છે. સર્વેને આભાર માનું છું તે મારા હિતનું કારણ છે, સત્યવાદી કર્મસ્વરૂપ નવકારમહિમા, જ્ઞાનપંચમીને અધિકાર, અનેક ભવેની ભૂલ સુધારી મહાન જ્ઞાની બનેલા મહત્માઓના ચરિત્રે જાણવા જેવા, વર્તનમાં મૂકવા જેવાજ છે. શ્રી વીરવિજ્ય ઉપાશ્રયના જિન મંદિરમાં બિરાજતા શ્રી અજીતનાથપ્રભુજીને નમન કરવાથી તેમ પૂજ્ય વડીલેની ઉમદા સહાયથી ગુણી જનેનો ગુણ ગાયા છે.