________________
૪૯૯
ઈનામ મેળવ્યું. આ બાજુ ફતેસિંહ રાજાએ રાજવ્યવસ્થા કરી શુભમુહૂર્ત પ્રયાસ પણ કર્યું. સાથમાં હાથી, રથ, પાલખી, સૈનીકે, ડેસ્વારે તેમજ જાનૈયા જાનડીયો પણ પુષ્કળ હતા. રાજા ફતેસિંહજી પોતાના બંને કુંવરો સાથે આવી પહોંચવાની તૈયારીમાં છે, તે જાણીને ઘેર્યસિંહ રાજાએ પિતાનું રંગીલપુર નગર ખૂબ શણગાર્યું છે. રાજ ઉતારા ખોલી નાખ્યા છે.
જાનૈયા વિગેરે માટે બધી વસ્તુ તૈયાર રાખી છે. જાનૈયા ભભકાદાર વેશમાં શોભી રહ્યા છે, જાનડીએ પણ ગીત ગાતા થાકતી નથી. છત્રભાણવર બંનેએ વર વેશ ધારણ કરી આભૂષણોથી દેહ શોભાવ્યો છે. શણગારેલા જુદાજુદા અશ્વો ઉપર બેઠેલા જાણે દેવકુમાર હેય તેવા જણાય છે. શહેરમાં વરઘોડે ફરી રહ્યો છે. પ્રજા જોઈ જોઈને હરખાય છે. અને બેલે છે કે આપણી રાજકન્યાઓને વરતે તેમના જેવા સરખા જ મલ્યા છે. ફુલેક વરઘોડો શહેરમાં ફરી જ્યાં વિશાળ લગ્ન: મંડપ બાંધે છે ત્યાં આવે છે તે વખતે વિમલા કમલા બંને સાસુ રાણીએ તે પિતાના જમાઈને જોઈ જોઈ ગાંડી ઘેલી બની ગઈ છે મોતીઓના ખોબા ભરી ભરીને બહુ પ્રેમથી વધારે છે.. ગીત ગાનારીઓને સેપારી, ખારેક, શ્રીફળ અપાય છે. છત્ર– ભાણ બંને સરખા હોવાથી રાજગોર પણ ભૂલી જાય છે તેમ કઈ પડ્યા અને કઈ ભદ્રા બંને સરખી હોવાથી ભૂલભૂલામણીમાં પડી જાય તે પણ બનવા જોગ છે. શુભ મુહૂર્ત લગ્ન થયા.