________________
આ રીતે જ્ઞાન–ક્રિયા સંબંધી લખાણ તે જ્ઞાની પુરૂષે ઘણું જ લખેલ છે હવે મૂળ વાત ઉપર આવીયે. કે યુવરાજ શ્રી ભાણકુંવરે પણ સારે ધામી ક અભ્યાસ કરેલ હોવાથી જ્ઞાન-ક્રિયા બને કીંમતી છે એમ જણાવ્યું. આ રીતે ધર્મગોષ્ઠી પુરી થતાં રાજસિંહનામનો રાજદૂત રાજસભામાં આવ્યું. રાજાને પ્રણામ કરી કહ્યું કે હું જરૂરી કામે આવ્યો છું.રંગીલપુરના વૈયસિંહ નામના અમારા રાજવી છે.દઢ જૈનધર્મની આરાધના કરી રહ્યા છે.તેઓએ સંદેશ પહોંચાડવા મને ખાસ મોકલ્યા છે. અમારા રાજાને રતિ -પ્રીતિના અવતાર જેવી વિમલા અને કમળા એ નામની બે રાણીઓ છે. બંનેનો અખંડ પ્રેમ છે. શિયળ તેજ તેમનો શણગાર છે. તેમાં વિમલા રાણીને પદમા અને કમલા રાણીને ભદ્રા નામની કન્યા છે તે પણ લક્ષ્મી અને સરસ્વતી જ જોઈ લે બને રૂપ રંગે વયે સરખી છે. વધારે શું કહેવું ! ધર્મકલામાં અતિ પ્રવીણ છે. એગ્ય વયવાળી છે, આપના પુત્ર શ્રી છત્ર–ભાણકુંવર બંને ગુણવંત તેજસ્વી બુદ્ધિશાળી પરાક્રમી, પરોપકારી છે, વિગેરે ગુણે સાંભળવાથી બંને કન્યાને વિવાહ જેઠવાને છે. માટે અને કુમારની સાથે આપ પધારે એજ વિનંતિ છે. રાજદ્દત પાસેથી સંદેશે સાંભળ્યા બાદ રાજા-રાણી તથા પ્રધાને વિચાર કરી ગ્યતા જાણ નક્કી કરી રાજદુતને જાણ કરી કે પંદર દિવસમાં પહેચી જશું. તે વાતનો નિશ્ચય કરી તૈયારી આદરી. રાજદત સારી એવી બક્ષીસ મેળવી હરખાતા જલદી રવાના થઈ પિતાને વૈયસિંહ રાજાને નમન કરી તરત વધામણી આપી અને