________________
૪૭૮
નિષેકને શબ્દાર્થ પણ એ જ થાય છે. નિષેક એટલે છાંટવું, સિંચવું, વરસવું એ શબ્દાર્થ બબર છે. એકસાથે બધા કર્મો ઉદયમાં આવી જઈ એક જ ઉદયાવલિકા જેટલે નિષેક કેમ ન થાય ? તેને ખુલાસે પણ વાદળાના દાખલાથી થઈ જાય છે. વાળું બબર પાકી ગયું હોય છે. ભરપુર પાણીથી ભરેલું કાળુ જણાય છે. જ્યારે તે વરસવા-નિષેક કરવા માંડે છે. ત્યારે એકી સાથે ઢગલે થઈ પડતું નથી. પણ શરૂઆતમાં એકદમ ઘણા ફેરાઓ જોસબંધ પડે છે. અને પછી પણ તે પ્રવાહ ચાલુ રહે છે. એમ ક્રમે ક્રમે વરસીને ખલાસ થાય છે. તેમાં પ્રથમ વેગ વધારે હોય છે. ને ફેરા પણ ઘણા પડી જઈ પાણી પણ વધારે પડે છે. પછી ધીમે ધીમે વેગ ઘટતે જઈ ઓછા ઓછા ફેરાં ને પાણી પડે છે. જો કે ઘણી વખત એવું જેવામાં આવે છે કે એકાએક વાદળું ચડી આવી ફેરા પડવા માંડે છે અને તે પછી પાછળથી થોડો વખત થયા પછી તેથીય પણ વધારે વેગમાં અને વધારે ફેર પડવા લાગે છે. પણ આમ થવાનું કારણ કે પાછળથી વધારે ફેર પડવા માંડે છે.ત્યારે તેમાં બીજુ વાદળું ભળેલું હોય છે. તે સાથે જ વરસે છે એટલે આપણને વધારે લાગે છે. પણ જ્યારે પ્રથમનું કે સાથે ભળેલું વાદળું એકલું વરસે તે તે શરૂઆતમાં ઘણા ફેરાઓનો નિષેક કરે. અને પછી તેમાં ધીમે ધીમે ઘટાડે થતું જાય.વરસાદનું દષ્ટાંત અહીં આખા વિષયમાં બહુજ આબેહુબ બંધ બેસતું હોય એમ જણાય છે.