________________
કરનાર પૂ.આ.શ્રીક્ષાંતિસૂરીશ્વરજી થયા.તેઓ સં.૧૯૯૫નાફાગણ સુદિ ૧ ના ભઠ્ઠીની બારી વીરના ઉપાશ્રયમાં વર્ગવાસ પામ્યા. તેઓશ્રીના શિષ્ય રત્ન બાલબ્રહ્મચારી વિદ્વાન પૂ. પં. શ્રીકીર્તિ મુનિજી ગણિવર્ય હાલ અમદાવાદ વીરના ઉપાશ્રયે બીરાજે છે. તેઓના લધુ બંધવ લલિત મુનિ મુક્તિ સુખના કારણે ગુણીજનેના ગુણ ગાય છે.
દેહરા - ઘી કાંટા રેડ જઈએ નગરશેઠના વડે, પાશ્વનાથ પ્રભુ ભેટીને, માર્યા કર્મને દડે. ૧ જેશીંગભાઈની વાડીમાં, આદિનાથ સુખઠામ, આગળ સીનેમા પાસમાં, પાશ્વશંખેશ્વર ધામ. ૨ માકભાઈનો બંગલે, કહેવાય ખાનપુર, સંભવજનને ભેટીને, જઇએ જ્યાં શાહપુર. ૩ મંગળ પારેખ ખાંચામાં, દેરાસર છે ખાસ, શાંતિનાથને પાર્વજી, વળી બીજા ગેડી પાસ. ૪ ચુનારાના ખાંચામાં, વિમલનાથ જીનરાજ, વળી ચિતામણી પાર્શ્વને, નમીએ મુક્તિકાજ. ૫ - દરવાજા ખચેવળી, ત્યાં પાર્શ્વનાથ હજુર, - વળી કુંથુજિન ભેટતા, કાઢયા કર્મને દૂર, ૬