________________
૪૩૧ પદ આપવાનું જાહેર કરે છે. ત્યારે ભાણકુંવર તે યુવરાજપદ લેવાનેના કહે છે. યુવરાજપદ મને શોભે નહી હું તે પદ લેવાને લાયક ન ગણાઉં. આમ જયારે કહ્યું ત્યારે રાજારાણી છત્રકુંવર. તેમજ મંત્રી વિગેરે અધિકારીઓ તેમજ રાજસભાજનોએ ખૂબ ખૂબ આગ્રહ કર્યો. અને જયાં સુધી આપ અમારી વાતને સ્વીકાર નહિ કરશે. ત્યાં સુધી અમે અત્રેથી જવાના પણ નથી. એમ ઘણે જ આગ્રહ થવાથી યુવરાજ પદવી ભાણકવરે લીધી. અને મંગલીક વાગે વાગ્યા.
(રાગ-છોડ ગયે વાલમ મુઝે હાય અકેલા) રાજ્ય ખંડીયા શાહ શેઠીયા, અધિકારી પણ વારું, નિજ શક્તિ અનુસાર સહુણ, કરે ભેટશું સારું, પુણ્યફળ્યું ખરું આજ, મન હાશ ઘણેરી. ૧૪ રાજા અને વળી બંને કુંવરો, તે પણ બહુ સન્માને, પહેરામણ ભેજન મુખવાસા,આપી આનંદ માને.પુર પાપારંભ સમારંભ સર્વે, નહિ કરવા જણાવે, દરેક ઘર્મ સ્થાનમાં પણ નિજ પ્રભુના ગુણગાવે.પુ. પ્રભુપૂજા વળી ભાવના ભજન, કથા કીર્તન થાયે, દિલ્હાણુઓ તે રાજ તરફથી, પ્રસાદમાં વહેંચાયે. પુત્ર વગડાવ્યો અમારી પડહા, અભયદાન દેવરાવે, પંડિતે ઉપકારી તે પણ, પહેરામણી પદ પાવે. ૫૦૧૮ મંગલવાજીત્રાની સાથે, રાજ મહોત્સવ થાયે, - રાજા પ્રજા સહુ હરખાય, કેદી છુટા થાયે. પુણ્ય. ૧૯