________________
४२८
શુભ વેળાએ છત્રકુંવરને, તીલક કરીને આપે, રાજમુદ્રા હર્ષધરીને, રાજગાદીએ સ્થાપે. પુ૦૧૧: ભાણકંવરને યુવરાજપદ, રાય દેવામાં ખુશી, યુવરાજપદ તે પણ મોટું લેવાને નાખુશી. પુ૦૧૨. રાજારાણી છત્રકુંવર પણ, મંત્રી સભાજન કહેતાં, કબુલ કરે તેવિણ નહી જઇએ.બહુ આગ્રહેલેતાં.પુ ૧૩.
ઢાળ ૨૧ મીનું વિવેચન મહાનુભાવે ! પુણ્યને ઉદય થાય છે ત્યારે એને મનમાં ઘણી જ હોંશ રહે છે. રાજાને પણ પિતાને કુંવર મળવાથી સઘળા કાર્ય જણે સિદ્ધ થયા હોય તેમ આનંદ થાય છે. રાજા પિતાના છત્રકુંવરને કહે છે કે હે પુત્ર ! તેં બહુ દુઃખ વેઠયા. તને બહુ દુ:ખ પડયું. લેકેના એઠાજુઠા ટાઢા ટુકડા તારે ભીખારી બનીને ખાવા પડયા. ભાણકંવર તે તે વખતે પણ સાચું જ કહેતે હતે. કે હું ભીખારી છું. પણ તારા વેશપલટાના કાર્યથી આ બધી ખુવારી થઈ.પણ હેકુંવર તા ધ્યેય સાચું જ હતું. જેથી બધું કામ સુધરી ગયું. તેના માટે ખરેખરી શાબાશી તે ભાણકુંવરને જ છે. તેના હૃદયમાં સત્ય વસ્યું તેજ તું અસલ સ્થિતિએ આવી : શક્યો. એના માટે ભાણકુંવરને કેટલે ધન્યવાદ આપું! એક્વાર બેવાર, પાંચવાર કે સે બવાર, કે પાંચશે કે હજારવાર લાખ વાર નહિ પણ ક્રોડેવાર ધન્યવાદ આપું તે પણ એક જ છે.