________________
૪૧૮ વળી વિચારો કે કોઈ વ્યસની મનુષ્ય હોય અને તે ગાંજો દારૂ ભાંગ કે ચડસ પીએ તે ભાંગનો કે દારૂ કે ગાંજા ચડસને નશે તરત નહી ચડે. તેમજ કઈ અફીણ ખાય અથવા અફીણને કસુંબે ધોળીને પીયે અથવા તો બીજી એવી કઈ કેફી વસ્તુ ખાય કે પીયે તે તરત જ તેને નશો ચડશે નહીં પણ અમુક મુદત પછી જ ચડે છે. એ જ રીતે આઠે કર્મોની અસર તરતજ ન થતાં અબાધાકાળ પુરો થયા પછી જ થાય. સુ ! જયાં સુધી કર્મો સત્તામાં પડયાં હોય ત્યાં સુધી તેની અંદર ફેરફારી થાય છે. અને તે પરિપક્વ થયા પછી જ ઉદયમાં આવે છે. કર્મ એક વખત ફળ આપે એટલે ખરી જાય. ખરી ગયેલા કર્મ આત્માને હેરાન કરે નહિ.
આમ અબાધાકાળ દરમિયાન તેમાં ફેરફાર થયા જ કરે. પણ જે નિકાચિત્ત કર્મ બાંધ્યું હોય. તેમાં કશો ફેરફાર ન થાય. તે સિવાય બીજા પ્રકારોમાં ફેરફાર થાય. જે કર્મ પૃષ્ટ હેય તે પૃષ્ટ બદ્ધ થાય. બદ્ધ હોય તે નિધત્ત થાય. અને નિધત્ત હોય. તે નિકાચિત બને. અથવા બદ્ધ કે રકૃષ્ટ બને વિગેરે વિગેરે. આ પરથી એ સમજવાનું કે કર્મ જે સ્થિતિમાં બાંધ્યું હોય. તેની તે સ્થિતિ ઉદય વખતે રહેતી નથી. આ વાત તમે સમજી રાખો સુજ્ઞો ! એક ક્રોડાકોડ સાગરોપમને અબાધાકાળ એકસો (૧૦૦) વર્ષને છે. જેથી સો વર્ષ સુધી તે કર્મઉદયમાં આવતું નથી વળી દશ ક્રોડાકોડ સાગરોપમની સ્થિતિનું કર્મ બાંધેલું હોય તે એક હજાર વર્ષ પછી તે ઉદયમાં આવી શકે છે.