________________
૪૨
ઉતરી ગઈ. ગમી ગઈ. જેથી છત્રકુંવરને જે જે પૂછયું તે તે તુરતજ ઝટઝટ કહી દીધું. નામ ઠામ એાળખાણ દરેક બાબત ખાત્રી પૂર્વક જણાવી. તે સાંભળી જાણીને રાજા રાણી મંત્રી વિગેરે ખુશખુશ થઈ ગયા.
ભાગ્યશાળીએ ? અંતરાય કર્મને અબાધાકાળ હવે પુર થયે હેવાથી બધા સંજોગો અનુકુળ થયા અને આનંદ આનંદ વર્તાઈ રહ્યો.
મહાનુભાવો ! સત્યવાદી ભાણકુંવર તેમ વળી રાજપુત્ર છત્રકુંવર બંને ગુણવાન છે તેમજ ધીરજ ધરનારા છે. ક્ષાંતિગુણના બને ગંભીર દરીયા છે. તેમજ બંને લલિત કહેતા મનહરનારા સાચા હીરા છે. હવે અબાધાકાળને પ્રસંગ આવવાથી તેની સમજણ એજ રાગ પ્રમાણે એ સંબંધ હવે પછીની વીશમી ઢાળમાં ચાલુ રાખી છે.
ઢાળ ૨૦ મી લક્ષ્મીનારાયણ પોળમાં કુંથુનાથ જીન વાસ, શીખરબંધ પાડાપોળે ભવ્ય જીનાલય ખાસ. ૧ નમિનાથ એકવીશમાં કર્યા દર્શન એકતાન, ઉપર ખરા તેમ ભેયરે બેસી લગાવ્યું ધ્યાન. ૨ ખાડીયા ગાંધીરોડપર ચાર રસ્તા કહેવાય, સંભવનાથ બીરાજતાં, સંઘનમી ગુણ ગાય. ૩