________________
૩૩
આત્મ પરિણામ કહે, આત્મ દશા જ કહો થાય આઠ વિભાગ બલીહારી. ભવિમાણીયા ૪ અધ્યવસાયે કરી, મનવચ કાયાએ વળી થાય આત્મિક બલ સૂણે ધારી. ભવિપ્રાણીયા ૫ કરણે એનું જ નામ, નામ જેવા છે કામ આઠ કરણના નામ રાખે ધારી. ભવિપ્રાણીયા ૬ કરણના નામ સૂણો, કેવા કેવા છે ગુણો ટકો કર્મ પ્રપંચ એને ભારી. ભવિપ્રાણીયા ૭ કર્મ ઉદય પહેલાં, થાયે ફેરફાર એમાં આઠ કરણેથી થાય ફેરફારી, ભવિપ્રાણીયા ૮
| દોહરા કર્મનિકાચિત તેહમાં, થાય નહી ફેરફાર, સમજી રાખો એટલું કરીએ કરણ વિચાર. ૧ બંધન કરણ થકી કહું થાય કમને બંધ, વળી નિધત્ત કરણથી, નિધત્ત કર્મનો બંધ. ૨ નિકાચના કરણથકી, કર્મ નિકાચિત થાય, તે ત્રણે કરણે થકી, તેવા કર્મબંધાય. ૩ બીજા પાંચ કરણે વડે, થાય કર્મ ફેરફાર, તે પણ જાણવા જેહવા, સૂણો નામ વિચાર. ૪ નામ સંક્રમણ કરણ છે, રાખો યાદ સદાય, કમતણી પ્રકૃતિમાં કહું પરિવર્તન થાય. પણ