________________
૩૪
આચ્છાદન અને તેમના અભ્યુદયનું ચિંતવન વિગેરે થઈ શકે છે. બહુમાન વિના ધણા વિનયથી પણ શું ? વિનય કરતાં બહુ માનનું અધિક પ્રાધાન્ય કહેલું છે. વિનય સહિત અને ગુણવડે કરીને યુક્ત એવા જે માણસ ગુરૂની પાસે બહુમાનપૂર્વક વિધા ગ્રહણ કરે છે, તેની તે વિદ્યા સત્વર સફળ થાય છે.
(૪)શ્રુતજ્ઞાનના અથી એ વિધિ પ્રમાણે યોગ તેમજઉપધાન વહન કરવા જોઇએ. જેમ સાધુઓને યાગનુ વહન કર્યાં વિના સિદ્ધાંતનુ વાંચવુ... ભણવુ શુદ્ધ થતુ નથી, તેમ ઉપધાનતપ કર્યાં વિના શ્રાવકોને પણ નવકાર આદિ સૂત્રનું ભણવુ ગણવું શુદ્ધ થતુ નથી.
ઉપધાન કર્યાં પહેલાં જેણે પ્રથમ નમકારાદિ સૂત્રેાનો અભ્યાસ કર્યો ઢાય તેણે પણ યોગ્યતા પ્રમાણે યથાશક્તિ તપે કરીને એટલે પૌષધમહણાદિક વિધિએ કરીને અવશ્ય ઉપધાન ઉપધાન વહન કરવા. સાધુઓએ તથા શ્રાવકશ્રાવિકાએ બીજી સર્વ તપસ્યાએ કરતાં પ્રથમ અવશ્ય વ્યપણે કરીને યોગ તથા ઉપધાનતપ આરાધવા લાયકછે, તેથી જ્ઞાનના આરાધનની ઈચ્છાવાળાએ ઉપધાનવિધિમાં યથાશક્તિ યત્ન કરવા.
પાંચમા અતિન્હવાચાર–શ્રુતનો અભ્યાસ કરીને પણ ગુરૂ તથા શ્રુતાદિકનો નિન્દ્વવ એટલે અપલાપ કરવા નહિ. જેની પાસે અભ્યાસ કર્યો હોય તે (ગુરૂ) જો અપ્રસિદ્ધ હાય, તથા જાતિ અને શ્રુતાદિકથી રહિત હેાય તે પણ તેને ગુરૂ તરીકેજ કહેવા.