________________
૨૮૮
' “જ્ઞાનના” આરાધના માટે એટલે આત્માને જ્ઞાનગુણ જે અનાદિકાળથી જ્ઞાનાવરણીય કર્મના સંગે અવરાયેલે છે, તેને પ્રગટ કરવા માટે અને જ્ઞાનાવરણીય કર્મને ક્ષય (ક્ષપશમ) કરવા માટે “જ્ઞાનપંચમીને તપ અતિ ઉત્કૃષ્ટ સાધન ભૂત છે. જ્ઞાનના આરાધના માટે શાસ્ત્રકારે બીજ, પાંચમ ને અગ્યારસ એ ત્રણ તિથિઓ બતાવી છે, પરંતુ તેમાં મુખ્યતા પાંચમની છે. પ્રાયઃ પ્રવૃત્તિ પણ પંચમી તપ કરવાની વિશેષ છે. આ તપ કઈ પણ વર્ષના કાર્તિક માસની શુકલ પંચમીથી શરૂ કરવામાં આવે છે. આ પંચમી શેભાગ્ય પંચમીના નામથી ઓળખાય છે, જ્ઞાન મેળવવાના ઉત્સુક શ્રાવક શ્રાવિકાઓ અને સાધુ સાધ્વીઓ આ તપ વિશેષ કરે છે. આ તપ પાંચ વર્ષ ને પાંચ માંસ સુધી કરવાનું છે, તે ઉપવાસથી, આયંબિલથી એકાસણથી. કરવામાં આવે છે. શારિરીક શક્તિવાળા તે પ્રાયે ઉપવાસથી જ કરે છે. શક્તિ પવવી નહી અને તપ કરવાની શક્તિ વધારવી.
જેઓ મહિને મહિને ઉપવાસ ન કરી શકે તે પણ કાર્તિક સુદિ પંચમી દિવસે તે અવશ્ય ઉપવાસ કરે છે, કર જોઈએ અને તે દિવસે બનતા સુધી ચાર કે આઠ પહેરને પૌષધ પણ કરે છે. એ તપની આરાધના માટે સંપૂર્ણ વિધિ દરેક માસની શુક્લ પંચમીએ કરવી.
(૧) ઉપવાસ-આયંબિલ કે એકાસણુ યથા શક્તિ કરવું. (૨) બંને ટંક પ્રતિક્રમણ. (૩) ત્રણ કાળ આઠ સ્તુતિ ને પાંચ