________________
૨૮૦ મારીવાત આપ દિલમાં ધારે. આપે તો ઘણાની વાતો સાંભળી છે. હવે મારી વાત પણ સાંભળે. - જેઓ આપના વચનને અનુસર્યા તેઓ ન્યાલ થઈ ગયા. અર્થાત્ મુક્તિ માર્ગે વળ્યા. તેમ હું પણ આપના વચનને અનુસરી મુક્તિ માર્ગે વળીશ. પણ એક વખત તો મારી વાત તમે ધ્યાનમાં લે. હે પ્રભુજી મારે આપને વૈભવ જયતો નથી પણ હું તો ફક્ત આપનું કેવળ રત્ન જેવાજ આવ્યો છું. માટે તે કેવળ રત્ન બતાવે, અર્થાત્ કેવળજ્ઞાન આપે. આપ દાનેશ્વરી છે, આપનો ખજાને ખૂકે તેમ નથી, આ કાંઈ મોટી માંગણી નથી. વળી હે જનજી આપની અમૃત સરખી વાણી મારા કાનને સાંભળવાની ઘણી જ ભાવના છે. માટે એક વખત તે મધુરવાણી આ સેવકને સંભળાવે. | હે જીણુંદજી! હું આપની પાસે વિના કારણે ખાલી આવ્યું નથી, પણ આપશ્રીના ગુણે લેવા આવ્યું છું. માટે તે કઈ રીતે મળે, કઈ રીતે લઈ શકાય, તેની યુક્તિને માર્ગ અને બતાવે. વળી આપશ્રીનું પૂજન કરતા, આપની પૂજા ભણાવતા ચિત્તની પ્રસન્નતા રહે એજ મારે શિખવું છે. ચિત્તની એકાગ્રતા પ્રસન્નતા થઈ જાય એટલે બસ. પછી બીજાની જરૂર નથી.
વળી સાથે સાથે હે પ્રભુજી ! મારી ભાવના એવી છે કે હવે પછી મારે જન્મ રાજાને ત્યાં થાય કે રંકના ઘેર થાય પણ મારે તો આપના ધર્મને અનુસરતા કુળમાં થાય, એટલું નહી