________________
૨૭ર
તેની સિદ્ધિના કરનારા છે. અને આચાર્ય–અભ્યાસ કરાવનાર ગુરુ, પુસ્તક, જેને અભ્યાસ કરવો હોય તે પ્રત–બુક. નિવાસરહેવાનું સ્થાન સહાય–સાથે અભ્યાસ કરનાર અથવા અન્ય સહાય આપનાર અને ભોજ્ય એટલે શરીર તેમજઅભ્યાસને અનું કુળ હોય તેવું ભેજન આપાંચ બાહ્ય સાધને અભ્યાસ કરનારાને વિઘાની વૃદ્ધિ કરનાર છે. અભ્યાસ કરનાર વિદ્યાથીએ બ્રહ્મચર્ય પાળવું જ જોઈએ. વીર્યના સંરક્ષણ વડે જ ખરી રીતે આરોગ્ય જળવાય છે. શરીર સુદ્દઢ રહે છે. મગજ ચોખ્ખું રહે છે. બીજુ આગ્ય હેય પણ બુદ્ધિ ન હોય તે તે અભ્યાસ કરી શક્ત નથી. જેમકે દુબન કે દૂર દર્શક યંત્ર વડે જેમ દૂરના પદાર્થો દેખાય છે. પરંતુ આંખ ન હોય તે જેમ દુર્બન નકામું છે. તેમજ જીવન ના હેય તે આંખથી કાંઈ કાર્ય થતું નથી. તેમ બુદ્ધિ વિનાનું એકલું આરોગ્ય પણ નકામું ગણાય.
વળી ટેલીફોન કે દૂર શ્રવણયંત્ર વડે જેમ દૂરનું સંભળાય છે,પણ કાનન હેય ટેલીફોન નકામુ છે અને જીવ ન હોયતો કાન પણ નકામા છે. તે પછી ટેલીફોન બિચારો શું કરે? તેમ બુદ્ધિ વિનાનું આરોગ્ય પણ નકામુજ કહી શકાય. બુદ્ધિ કંઈ લેવા ગયે મળતી નથી. એ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી જ પ્રાપ્ત થાય છે. તે પણ બુદ્ધિ પ્રાપ્ત કરવાના વિનયાદિક બીજા સાધને શાસ્ત્રકારે કહ્યા છે. તેથી બુદ્ધિમાં વૃદ્ધિ થઈ શકે છે. તેથીજ ત્રીજુ અત્યંતર સાધન વિનયરૂપ કહેલ છે.