________________
સાખી . મિથ્યાત્વઆદિ કારણે. કર્મ બંધ મહ થાય, તે બંધ કઈ કઈ રીતના, થાપે તે કહેવાય; સુણી કર્મનિવાર, બાજી બધી હવે સુધરે. ભવિ.૧ સ્કૃષ્ટ બદ્ધ નિધત્તને, નિકાચિત બંધ ચાર, જેવા ભાવ જી કરે, તે મુજબ બંધ ધાર, પુણ્ય પાપના જાણ. બાજી બધી હવે સુધરે. ભવિ.૨ સોયતણા દૃષ્ટાંતથી, તે સવિ સમજાય, પ્રથમ બે પ્રકારના, પ્રતિક્રમણે પાપ જાય, આત્મનિંદા કરાય, બાજી બધી હવે સુધરે, ભવિ.૩ પ્રસન્નચંદ્ર રૂષિ મહા, કરે કાઉસગ્ગ ધ્યાન, દુર્મુખ વાણી સાંભળી, ભૂલ્યા સર્વે ભાન, દિલપલટ થતા જ, બાજી બધી હવે સુધરે. ભવિ.૪ બીજું બદ્ધ પાપ તણું, વિકથા પ્રમાદે થાય, દોષ પ્રાણાતિપાતથી, પાપ જરૂર બંધાય, આયણથી જ જાય, બાજી બધી હવે સુધરે. ભવિ.૫ બાલમુનિ અઈમતાજી, મૃગાવતી વળી જાણું, પ્રમાદ પણ છોડી દઈ, પ્રતિક્રમણે એક ધ્યાન, પામ્યા કેવળ જ્ઞાન, બાજી બધી હવે સુધરે. ભવિ૬ ત્રીજુ નિધત્ત એહવું, સોય કાટ ચડી જાય, પરસ્પર મળી જતાં, છુટી કષ્ટથી થાય, તેલ–તાપ દેવાય, બાજી બધી હવે સુધરે. ભવિ.૭