________________
છતાં પણ દુર્ગતિના વમળમાં ઘેરાવી દે છે. એટલું જ નહિ પણ પિતાના સગા સબંધીઓને તથા પોતાની સંતતિને પણ મોક્ષમાર્ગ અને સદ્ગતિથી પાડી કરી સંસારમાં ભ્રમણ કરાવનારે તથા દુર્ગતિમાં રખડાવનારે થાય છે. - વાસ્તવિક રીતે જોઈએ તે આ બધી ઠગામણ છે. અને તેનું કારણ વંશની વડીલે કે સગા સંબંધીઓએ મોક્ષના સાધનની કે ધર્મની પરીક્ષા કરવામાં ખરેખર ભૂલ કરેલી છે આ સિવાય બીજું કહી શકાય જ નહિ. આથી સુજ્ઞજનોએ કર્મનું સ્વરૂપ સૂક્ષ્મ બુદ્ધિથી જાણું લેવું જોઈએ. જેથી સૂક્ષ્મ ધર્મ સહેલાઈથી સમજી શકાય અને આત્માનું કલ્યાણ થાય.
હે ભવિજને ? હમેશા શુભ કર્મ કરતા રહે સામાયિક, પ્રતિક્રમણ, વ્રત, પચ્ચખાણ, પ્રભુપૂજા, સ્વામિભાઈઓની ભક્તિ, જન વાણીનું હમેશા શ્રવણ, સુપાત્રદાન, ગુરૂવંદન, સંધભક્તિ, પ્રભાવના, તીર્થયાત્રા, અનુકંપા, અભયદાન, પરોપકાર, ઉપધાન, ઉજમણા વિગેરે જીન ઓચ્છવ મહેત્સવ શુભ કાર્ય કરતા રહે. અને પાપ ક્રિયાથી ડરતા રહેવું. એક તરફ શુભ કાર્ય ચાલુ હોય અને પાપક્રિયા પણ ચાલુ હોય તો તે શુભ ક્રિયા શેભાપાત્ર બનતી નથી. માટે પાપ ક્રિયાથી ડરતા રહેવું. જેઓ હમેશા શુભ ભાવથી ક્ષાંતિપૂર્વક હૃદયમાં શ્રી નવકાર મંત્રનું
સ્મરણ કરે છે અર્થાત ભાવથી શ્રી નવકાર મંત્રને ગણે છે. તેઓના ગુણ લલિત મુનિ ગાય છે.