________________
૩૩૩
દેવામાં આવ્યા હતો. મહાનુભાવા ! જગતમાં પુન્ય પાપના ફળ વ્યક્તિએ ભગવે છે. એકને ખાવા માટે મેવા મીઠાઈ સાથે સુંદર ભાજન, મુખવાસ, વિગેરે મળે છે, ત્યારે બીજાને પાપનો ઉદય થતાં એઠાનુડા ભાજન પણ મુશ્કેલીથી ખાવા મળે છે. એકને ખમ્ભાખમ્મા થાય છે, ત્યારે બીઅને ધક્કા ખાવા પડે છે. એકને આરામ માટે સૂવા માટે છત્રપલંગ, ગાદલાં, આશીકા, ગાદડા, રજાઇએ વિગેરે મળે છે. ત્યારે બીજાને ફાટેલ તૂટેલ ગેઢડી પણ મળતી નથી. એકને પહેરવાને સારાં સુંદર કી ંમતી પૈાશાક મળે છે, ત્યારે બીજાને કાળા મેંશ જેવા ફાટેલા સાંધેલા તૂટેલા પણ મુશ્કેલે મળે છે, એકને ટાઢ તાપ પણ સહન કરવાને સમય આવતો નથી, ત્યારે બીજાને તો ટાઢ તાપમાં દિવસે પસાર કરવા પડે છે. એક પાતાના મકાનમાં ખૂબ આનદથી મેાજ શેાખ એશ આરામ કરે છે, ત્યારે બીજાને વરસતા વરસાદમાં પણ ફરી ફરીને પેાતાનું ગુજરાન કરવુ પડે છે.
મહાનુભાવા ! એક રાજ્યનો હક્ક ધરાવનાર અને એક રક દશા અનુભવનાર છતાં હસ્તામાંથી ખસતુ થઈ જવાથી જુદાજુદા પ્રકારના અનુભવ કરી રહ્યા છે.
હવે ભાણકુવર વિચારે છે કે હું રાજપુત્ર છત્રક વર નથી, પણ હુ તો રંક ભાણીયા છું. એમ વારંવાર કહેવા છતાં મારા આલવા ઉપર કોઈ ધ્યાન આપતા નથી, હવે ન બેાલવામાં નવગુણ છે. ન બેલવાથી સુખ રહેશે, એમ સમજીને મૌન રહ્યો;