________________
ધર્મ ઉપદેશ સાંભળવા ગઈ હૈય, તે ધર્મ સાંભળતી હોય ત્યારે પેટમાં રહેલે પુત્ર પણ ધર્મ સાંભળી શુભ અધ્યવસાયવાળ થઈને ત્યાં જ મરણ પામીને દેવલેમાં જાય છે. આ ઉપરથી ગર્ભ ધારણ કરેલ બહેનેએ સદવિચારમાં રહેવું જોઈએ. બાઈઓ સુવાવડના પ્રસંગે અનુભવેલા છે. છતાં વિષયસુખ યાદ કરતાં પહેલાંનું દુઃખ ભૂલી જાય છે.
યૌવનવયને પામેલા મનુષ્યને એવી કોઈ ધન ભેગું કરવાની તૃષ્ણ મુંઝવે છે કે જેથી દેવ ગુરુ ધર્મ તત્ત્વને કાંઈ પણ જાણતા નથી, ગણતો નથી. પછી મહામુશ્કેલીએ કેટલુંક ધન ભેગું કરે છે, એટલે એને સાચવવાની મુંઝવણમાં પડે છે. આથી હમેશાં રાજા, ચેર, ભાગીદાર આદિથી બીતે રહે છે. જેમ જેમ ધન વધતું જાય છે તેમતેમ ઇચ્છા પણ ખૂબખૂબ આગળ ને આગળ વધતી જાય છે. કદાચ ધન મળી જાય તે પણ કોઈ કોઈના શરીરમાં રોગ કાયમ હેરાનગતિ કરે છે, તેથી પથ્ય અને ઔષધ વિગેરેમાં જ ધ્યાન રાખવું પડે છે, જેથી ખાવા પીવા આદિ ભેગના સાધનો ફક્ત નજરે જોઈ શકે છે, પણ ઉપયોગ કરી શકતું નથી. ધન મળવા છતાં પણ જો પુત્ર ન હોય અથવા પુત્ર થાય પણ દુષ્ટ આચરણવાળો થાય તો દેખjને દાઝવું તેની જેમ શરીરથી કેટલેક ક્ષીણ થાય છે. એનું દુઃખ તો તે જ જાણે અથવા કેવળી મહારાજ જાણે કેઈ પૂર્વ કર્મના વેગે કોઢ, ક્ષય, વિગેરે ગંભીર રોગો વડે એવા પીડાય છે કે લેકેને શોચનીય બને છે. નિર્ધનપણાથી મૂંઝાયેલા જીવોને ઘણી ઘણી જાતની