________________
- ૧૭૭
બીના છે. એટલે આપણી ઉપર થતી ગ્રહની અદશ્ય અસરને આપણે સ્વીકારવી જ પડશે. - આ ખાલી જણાતા આકાશમાં અત્યંત સૂક્ષ્મ અણુઓ ચમત્કારીક ગતિથી નિરંતર વહેતાં જ હોય છે. જેવી રીતે સૂર્યના પ્રકાશમય અણુઓ સૂર્યમાંથી નીકળી આપણી પૃથ્વી પર નિરં. તર આવતા હોય છે. તેવી જ રીતે આકાશમાં રહેલા અન્ય વિવિધ ગ્રહોના અણુઓ પણ આપણા પ્રતિ નિરંતર આવ્યાજ કરે છે, અને જે અણુઓને જેમની સાથે સજાતીય સંબંધ હોય છે, તે અણુઓ તેમના પ્રતિ કુદરતે આકર્ષાય છે. જેનો જે સંબંધ હોય તે પ્રમાણે તે સારી અર્થાત અનુકૂળ અસર ઉત્પન્ન કરે છે અને વિધિ અઓ વિરોધ ઉપજાવી પ્રતિકુળ અસર પ્રગટાવે છે.
આ વિશ્વમાં ત્રણ ગુણ મુખ્ય ગણાય છે. એમ બધાય પદાર્થો સાત્ત્વિક, રાજસ અને તામસ એમ ત્રણ ગુણવાળા દેખાય છે. તેમાં જે સાત્વિક પદાર્થો હોય છે તેઓ પિતાનાથી અધિક સાત્વિક પદાર્થોથી, અને જે જે રાજસ પદાર્થો હોય છે તેઓ પિતાનાથી અધિક રાજસ પદાર્થોથી અને જે જે તામસ પદાર્થો હોય છે. તેઓ પોતાનાથી અધિક તામસ પદાર્થોથી પોષાય છે. ચંદ્ર, સૂર્ય અને ગુરૂ એ ત્રણે ગ્રહો સાત્વિક હોવાથી તેમાંથી વહેતું સાત્વિક દ્રવ્ય આ સંસારના સર્વ સાત્વિક પ્રાણી અને પદાર્થોને પોષે છે. અથવા ચાલુ પષતા રહે છે. બુધ અને શુક્ર
૧૨