________________
કરી શકીએ છીએ. તેમાં કઈ કઈ ઔષધીથી ક્યા ક્યા રે ગો જય છે. તેને પણ અમેએ અભ્યાસ અનુભવ કરે છે. હે. રાજન્ અમે વૈધરાજ ધનવંતરીના પુત્રો છીએ. એમ હી કુંવરની નાડ તપાસી કહ્યું કે, કંવર સાહેબને વિચિત્ર વાયુને ઉપદ્રવ થવાથી ગરમીના લીધે મગજમાં વાયુ ભરાય છે. પણ ચિંતા કરવા જેવું નથી. આ ઉત્તમ ભારી દવાના પડીકા આપું છું. તેનાથી ત્રણ ચાર દિવસમાં જ ફાયદે જણાશે. અમે ઈનામ લેશું એમ કહી વૈદ્યો રાજ રસોડે જમીને ગયા. ત્યારબાદ જોશીમહારાજે જતિષના વખાણ કર્યા. ટીપણા ખેલ્યાં. મીન, મેષ, વગેરે ગણત્રી કરી અંતે કહ્યું કે હે રાજન શનિ, મંગળ નડે છે, જેથી તેના જાપ હજારે જપાવવા પડશે. એ જાપ જપાવાનું કાર્ય પણ અમે જ કરીશું. ત્રણચાર દિવસમાં જ ફેર પડશે. અમે ઈનામ મેળવશું. અમો ગૃહની ચાલ જાણીએ છીએ. નક્ષત્ર પણ ઓળખીએ છીએ, સૂર્ય-ચન્દ્રના થતા ગ્રહણ પણ બરાબર કહી બતાવીએ છીએ. ખોટું કહીએ તે અમારૂ ચાલેજ કેમ ? વગેરે વાત કરી રાજરસેડે જમીને ગયા. સુ ! માનવી પર ગ્રહની અસર જરૂર થાય છે. ચંદ્ર-સૂર્ય ગ્રહણ થવાથી આપણી દુનિયા ઉપર વ્યાપક રીતે સારી અને ખરાબ અસર થાય છે. તે સર્વ જન વિહિત વાત છે. હજારો માઈલ દુર દુર આકાશમાં રહેલા સૂર્યચંદ્ર તેની સાથેના બીજા ગ્રહો પિતાપિતાની રીતે નિરંતર આપણા ઉપર અસર પાડવા સમર્થ થાય છે, એ દેખીતી