________________
બાહ્ય શરીરને જન્મ આપે છે. તેમ નમરકારરૂપીમાતા પુણ્યરૂપી શરીરને ઉત્પન્ન કરે છે. નમરકારની ક્રિયા વિના પુણ્યરૂપી શરીર ઉત્પન્ન થઈ શકતું નથી. અને પુણ્યરૂપી શરીરની પ્રાપ્તિ વિના બાહ્ય શરીરની કે અન્ય કોઈપણ સામગ્રીની સફળતા થઈ શકતી નથી. અર્થાત બાહ્ય શરીર આદિ સાધને લાભકારક બનતાં નથી. ઉલટા અનેક રીતે હાનિકારક બને છે. વળી બાહ્ય શરીરમાં પણ નીરોગતા. દીર્ધાયુષીપણું. સુંદરતા, નિર્દોષતા, આદેતા. શ્લાઘનીયતા. સહૃદયતા. સૌમ્યતાદિ ગુણે અંદરના પુણ્યરૂપી શરીરની હયાતિ વિના પ્રગટી શકતા નથી. શરીરની નિર્દોષતા. સ્વભાવની સુંદરતા એ બાહ્ય ઐશ્વર્યએ પુણ્યરૂપી આંતરિક શરીરના મૂર્ત પ્રતીક છે. એક કારણ છે અને બીજું કાર્ય છે. એકજ સાથે જન્મેલા બે બાળકોના સ્વભાવ. બળ, બુદ્ધિ, વૈભવ આરોગ્ય વિગેરેમાં ફરક પડે છે. તેનું કોઈ ચેક્સ આંતરિક કારણ માનવું જોઈએ. અને તેજ પુણ્યરૂપી શરીર છે. જેનું પુણ્યરૂપી આંતરિક શરીર પુષ્ટ હોય છે. તેને ઉત્તમ વસ્તુઓ સ્વયમેવ આવી મળે છે.
અહીં પુણ્યરૂપી શરીર એટલે પુણ્યાનુબંધી પુણ્ય સમજવું. જીવ જ્યારે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે. ત્યારે તેની સાથે બે શરીર હોય છે. એક કર્મણ અને બીજું તૈજસ. આ બે શરીર છવને અનાદિથી સાથે હેય છે. અને સંસાર પર્વત રહે છે. તેમાં કાર્મણ શરીર એટલે આત્માને લાગેલા કર્મોને સમૂહજીવ જેવું કાર્મણશરીર લઈને આવ્યા હોય છે. તેવા પ્રકારનું