________________
૧૭o”
પ્રત્યે પ્રેમ જાગે છે. તેમ બીજા પણ અનેક લાભ થાય છે. ખરી રીતે આ પંચનમરકાર એક મહાન શકિત છે. અથવા શકિતને Sજ છે. પ્રતિપક્ષ વસ્તુને હઠાવવા માટે હંમેશા શકિતની જરૂર પડે છે. અનાદિ કાળથી આ જીવનાં સાચા પ્રતિપક્ષી કઈ હોય તે આઠ પ્રકારના કર્મો છે. એ કર્મોમાં પણ મેહનીય કર્મ મુખ્ય છે. એ મોહનિય કર્મને જીતવું દુષ્કર છે. તેના બે પ્રકાર છે. એક દર્શનમેહનીય અને બીજું ચારિત્રમેહનીય. આ મોહનીય કર્મને જીતવાથી બીજા સર્વ કર્મોનું બળ જર્જરિત થઈ જાય છે, પરમેષ્ટિ નમરકારથી મેહનીય કર્મનો સમૂળ નાશ થાય છે અને મહના નાશથી બીજા કર્મો અવશ્ય નાશ પામે છે. માટે જ નવકારમાં સવ્વ પાવપણાસણે. એ પદ કહ્યું છે. મેહનીયકર્મમાં પણ દર્શન મોહનીય તે બળવાન છે. દર્શનમેહ એટલે ઉલટી માન્યતા. અરિહંતને ભાવથી નમસ્કાર કરવાથી જીવ સમ્યગ્ર, માન્યતામાં આવે છે. ખરી રીતે તે જે અરિહંતના માર્ગને ન. સન્માર્ગને નમે. તેની ઉન્માર્ગની રૂચિ ટળી અને તે સન્માર્ગની રૂચિવાળ બન્યું. એથી દર્શન મોહનીયનું મમ: સ્થાન ભેદઈ જાય છે, અને પછી ક્રમે ક્રમે તે સર્વથા પણ છતાઈ જાય છે. (નાશ પામે છે.) * સામાન્યથી પણ નમવાને પરિણામ વખણાય છે. નમસ્કાર હેય પણ નમરકારના વિષય તરીકે કાર્યસિદ્ધ કરવામાં અચિત્ય શકિત ધરાવનારા જે અરિહંત પરમાત્મા ન હોય તે આટલું