________________
૧
એકેકનાં પણ પ્રસંગ, મનુષ્ય સ્વભાવ, વિગેરેને લીધે ધણા પ્રકારના થઈ જાય છે.
જેમકે એક શાંત સ્વભાવી માણસની હઠ, ક્રોધ, ઉશ્કેરણી વિગેરે લાગણીઓ કરતાં ઉદ્ધૃત માણસમાં તે વધારે તીવ્ર હૈાય છે. તેમાં વળી કાઈ વધારે શાંત માણસમાં ઘણી જ ઓછી હાય છે. તેવી જ રીતે કાઈ વધારે ઉદ્દતમાં વધારે તીવ્ર હાય છે. તેથી પણ વધારે તીવ્ર લાગણીવાળા મનુષ્યા જગતમાં હાઈ શકે છે.
લાગણીએ, વિચારા, સા વિગેરે જૈન પરિભાષામાં અધ્યવસાયની તરતમતા અધ્યવસાયના સ્થાનકા કહેવાય છે. આપણું શરીર નિયમિત અને રીતસર હીલચાલ કરે છે. તેથી તેમાં લાગણી છે. તેથી શરીરમાં લાગણી ચૈતન્ય ધરાવનારી કાઈ વસ્તુ પણ છે. તે આત્મા કહેવાય છે. તે આખા શરીરમાં ફેલાઇને રહેલા છે. તેને અસંખ્ય પ્રદેશ છે. પ્રદેશોમાં આંદલન થયા કરે છે. આત્માના સ’કાચ અને વિસ્તાર થાય છે. નાની માટી જેવી કાયા મળે તેમાં આત્તમરામ રહે છે. રહી શકે છે. શરીરમાં ફેલાઇને રહેલા આત્મા એક અખંડ પદાર્થ છે. અને તેના ( મનની કલ્પનાએ ) અસંખ્ય નિવિભાજ્ય ભાગ પાડી શકાય છે. તેને આત્મ પ્રદેશા કહેવાય છે, જો કે આત્મા શરીસ્માં જ ફેલાઇને રહ્યો હૈાય છે. છતાં તેમાં સકાચ પામવાની તેમજ વિસ્તાર પામવાની શકિત છે. તેનુ નામ સંસર્ગ અને વિસ શકિત છે.
૧૧