________________
૧૫૫
આ રીતે આપણા શરીરમાં રહેલે આત્મા હંમેશાં અંદેલિત હોય છે. સૂતા હૈઈએ કે ગમે તે સ્થિતિમાં હોઈએ તે પણ તે આંદોલિત થયા જ કરે છે. આત્મ પ્રદેશ સાંકળના અકેડાની જેમ એક બીજા સાથે લાગેલા છે, તે કદી છૂટા પડતા નથી. એક સ્થળે આદેલન થાય ત્યારે આખા શરીરે તેની અસર જણાય છે. કંઈ પણ કામમાં શરીરને કે શરીરના અવએને કામે લગાડીએ ત્યારે અથવા મૌન રહે ત્યારે, વિચારતા હે શ્વાસ ખાતા હૈ, કે શરીરને રહેજ હલાવતા હો તો પણ વેગ થાય જ છે. આપણું નાનું મોટું કામ નાની મોટી ચેષ્ટા એક પણ એવી નથી કે જેમાં વેગ એટલે આત્મ પ્રદેશનું આંદોલન ન થતું હેય.
હવે યોગનું બળ દરેક વખતે સરખુ હોતુ નથી. તેમાં સંયે વશાત્ ઓછા અધીકાપણું થયાજ કરે છે. આ ઓછાવત્તા પણ સૂચવવા માટે શાસ્ત્રમાં યોગથાનક શબ્દનો ઉપયોગ થયેલ છે. યોગ બેલનું પ્રમાણ અનેક-અસંખ્ય પ્રકારનું હોઈ યોગથાનકે પણ અસંખ્ય પ્રકારના સંભવે છે. આત્મ પ્રદેશમાં થતા આંદોલનને જૈન શાસ્ત્રકારો યોગબલ–વીર્ય એવું નામ આપે છે.
આપણી છાતી પર ડાબી બાજુએ હાથ મૂકીએ તો ધબફ, ધબફ થાય છે. જમણા હાથના કાંડા પર આંગળી મૂકીએ તે ત્યાં ધડકારા થાય છે. તેનું કારણ એજ કે શરીરમાં લેહી.