________________
મુક્તિ સુખના ધ્યેયથી શાંત્યાદિ ગુણ આય, છત્ર-ભાણ કુંવર ક્રમે, લલિત સુખ કમાય. ૯
હે સજજને ગમ્મત કરતાતૂહલથી રાજ્યહક રાજકુંવરને ગયા અને ભીખારી બને પણ મને મારે રાજ્યહક પાછો કેમ મળે. એ જ ધ્યેય એજ ઉત્સાહ નિરંતર રાખવાથી અંતે રાજય મેળવ્યું.
મહાશ! બીતા બીતા પણ ભીખારી રાજકુંવર બન્ય છતાં રાજ્ય મળવાના અવસરે ન્યાયી–નિર્લોભી હોવાથી રાજ્ય ગાદી ખરા રાજકુંવરને જ અપાવી જેથી રાજયસભામાં તેની વાહ વાહ થઈ.
મહાનુભા! મુક્તિ સુખ મેળવવા પ્રત્યે જેનું સચોટ ધ્યેય હેય છે તેનામાં ક્ષમા,સંતેષ,નીતિ, ન્યાય, નિર્લોભતા, સરલતા વિગેરે ગુણે પ્રગટે છે જેથી છત્રકુંવર ભાણકુંવરની જેમ ક્રમે કરીને લલિત સુખ કમાઈ શકે છે.
ઢાળ ૧ લી
–દેહર– ગૂર્જર દેશ રળિયામણ, શહેર અમદાવાદ, રાજનગર કહેવાય છે, જેનપુરી આબાદ. ૧ મળે મહાવીર પ્રભુ, આસન ઉપગારી, ભવ્ય પ્રતિમા શોભતી, વંદુ સુખકારી. ૨ ફતાસાની પોળમાં, ત્રણ દેરાસર સાર, શ્રેયાંસ-વાસુપૂજ્ય, સુમતિનાથ ભવપાર. ૩