________________
૧૩૯ બનેલ ખરો રાજકુંવર બગીચામાં પ્રવેશ કરવા જાય છે, ત્યાંજ રાજસીપાઈ તેને રેકે છે, અંદર જવા દેતું નથી. રાજકુંવરને હજુ તે એમ જ છે કે હું રાજકુંવર છું, મને રોકનાર કોણ ? એમ સમજી ગુસ્સાથી સીપાઈને કહે છે કે હું રાજકુંવર છું, બાગ મારે છે. જેઈ તારી સફાઈ. આઘો ખસ, સીપાઈ તો આ ભીખારી જ છે એમજ સમજે છે. એટલે કહે છે કે જા જા ભીખારી, રાજકુંવર તને જોયા ? રાજકુંવર તે ઘોડાગાડીમાં બેસીને હમણાજ શહેરમાં ગયા. એ બધુ અમે જાણીએ છીએ. ત્યારે ભીખારી બનેલ રાજકુંવર રેફથી કહે છે કે હું રાજકુંવર છું. નથી જાણતો ? એકલ મારીશ તે નીચે પડીશ, આઘો જા આધો. રંક બનેલ રાજકુંવર તો એમજ સમજે છે કે હું માલીક છું. અને આ મારે નોકર છે. મને રોકી શકે જ કેમ! એમ સમજીને જેર કરી બાગમાં જવા જાય છે. પણ સીપાઈ જોરદાર હેવાથી કહે છે કે અલ્યા ભીખારી અહીંથી ચાલ્યું જા. એમાં કહી બેચાર તમાચા મારીને બહાર કાઢી મૂકો. હવે છત્રવરને ભાન થયું કે આ રમત કરતા ગમ્મત થઈ ગઈ. હસવામાં ખસવું થઈ ગયું. ખરેખર કૌતુકે કેર વર્તાવ્યો. હવે જે થવાનું ' હતું તે થઈ ગયું. બનવાનું બની ગયું, પણ જરૂર મારે રાજ સુખ મેળવવું છે. એ દયેય તેના દિલમાં વસેલું છે. રેશમાં હેવાથી એકદમ તે રાજસુખ મળે તેમ નથી. રાજમહેલમાં કાઈ જાવા પણ દીએ નહીં, રાજાને મળવા માટે કોઈ જાવા દીએ નહિ. રાજા ને મલ્યા સિવાય કંઈ પણ બને નહિં પણ ગમે